Saturday, October 25, 2025
HomeGujaratAhmedabadઆવતીકાલથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો? પારેખ સમિતિની ભલામણનો સ્વિકાર

આવતીકાલથી CNG અને PNGના ભાવમાં થશે ઘટાડો? પારેખ સમિતિની ભલામણનો સ્વિકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વધતી મોંઘવારી વચ્ચે CNG અને PNG ગેસના ભાવમાં (CNG – PNG Gas Price) ઘટાડો કરવા અંગે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવા જઇ રહી છે. જેના પગલે શનિવારથી CNG અને PNG ભાવમાં ઘટાડો થશે જેને લઇ કરોડો વપરાશકર્તાઓને આંશિક રાહત મળશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગતરોજ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના (Anurag Thakur) અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રિય કેબિનેટ બેઠકમાં CNG અને PNG ભાવ ઘટાડવા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ CNG અને PNG ભાવમાં 10 ટકા જેટલા ઘટાડો કરવા નિર્ણય લેવાયો છે. જેમાં શનિવારથી CNG અને PNG નવા ભાવ બજારમાં અમલી બનશે પારેખ સમિતિની ભલામણ અંગેની બેઠકમાં નવી કેન્દ્ઘીય ફોર્મ્યુલાને મંજૂરી આપી દેવાઈ છે. જેમાં CNG અને PNG ગેસને એકસાઇઝ ડ્યૂટીમાંથી હટાવી GST ટેક્સમાં આવરી લેવામાં માટેની ભલામણ સ્વીકાર કરવામાં આવી છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલને અનેક વખત એકસાઈઝ ડયૂટીમાંથી હટાવી GSTમાંથી લાવવામાં આવે તેવી અનેક રજૂઆતો થઈ ચૂકી છે. હોવા છતાં સરકાર દ્વારા આ બાબતે હજુ કોઈ વિચાર કે પગલાં લેવાયા નથી, બીજી તરફ સરકારના જણાવ્યાં અનુસાર ટેક્સનો એક મોટો હિસ્સો પેટ્રોલ-ડિઝલની આવકમાંથી મળતો હોય છે, માટે ઈંધણ સરકારની કમાણીનો એક મુખ્ય સ્ત્રોત તરીકે પણ માનવામાં આવે છે.

પારેખ સમિતિમાં શું કરાઈ ભલામણ?

  1. CNG અને PNG ગેસ પરથી એકસાઇઝ ડયૂટી ઘટાડાઇ
  2. GST માં અવારી લેવાની ભલામણનું સ્વીકાર
  3. ત્રણ વર્ષ સુધી ગેસ પર ભાવ વધારો પર નાબૂદ કરવા

દેશનો એક મોટો હિસ્સો ઓટારીક્ષા, તેમજ કાર સહિતના વાહનો CNG પર નભે છે,CNGના ભાવમાં ઘટાડો થવાથી આ વર્ગને આશિંક રાહત મળશે હાલ સી.એન.જીનો ભાવ 79.34 રૂપિયા છે. જેમાં 10 ટકાનું ઘટાડો થતા 69 રૂપિયાની આસપાસ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular