Sunday, October 11, 2026
HomeGujaratCM ભુપેન્દ્ર પટેલના હસ્તે બેસ્ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ વલસાડના તત્કાલિન કલેકટર સી.આર....

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે બેસ્ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ વલસાડના તત્કાલિન કલેકટર સી.આર. ખરસાણને એનાયત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગાંધીનગરમાં સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના હસ્તે વર્ષ 2018-19ના સર્વશ્રેષ્ઠ જિલ્લા કલેકટર તરીકે વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર અને હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા સી.આર.ખરસાણ (C R Kharsan)ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડની સાથે વલસાડ જિલ્લાના વિકાસ માટે રૂ. 40 લાખની ગ્રાંટ પણ ફાળવાઈ હતી.

Best District Collector Award
Best District Collector Award

વલસાડ જિલ્લામાં ગત ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા તારાજીના દ્ર્શ્યો જોવા મળતા હતા. પરંતુ સંભવિત પૂર વિશે આગોતરી માહિતી મળી શકે અને પૂરના કારણે થતુ નુકસાનીનું પ્રમાણ ઓછું કરી શકાય તે માટે વલસાડ જિલ્લાના તત્કાલિક કલેકટર સી.આર. ખરસાણ દ્વારા અર્લી વોર્નિંગ ફોર ફલડ મેનેજમેન્ટ અંગેની ગોઠવણી પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી હતી. આ ઈ-મેઘ (અર્લી વોર્નિંગ સીસ્ટમ) પ્રોજેક્ટને દિલ્હી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડન એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કલેક્ટર ખરસાણના કાર્યકાળ દરમિયાન સીએમ ડેશબોર્ડની કામગીરીમાં વલસાડ જિલ્લો પ્રથમ ક્રમે રહ્યો હતો.

- Advertisement -

સીએમ ડેશ બોર્ડમાં પ્રજાલક્ષી 50થી વધુ સેવા જેવી કે, દાખલા-પ્રમાણપત્ર આપવા, 108 સેવા, રેવન્યુ અને પંચાયત સહિતના વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં નિયત સમય મર્યાદામાં લોકપ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો હતો. નોકરી ધંધા માટે દિવસ દરમિયાન બહાર રહેતા ગ્રામજનો રાત્રિ દરમિયાન મળી શકે અને તેઓની સમસ્યા સાંભળીને તેનો સત્વરે ઉકેલ લાવી શકાય તે માટે તત્કાલિન કલેકટર ખરસાણ દ્વારા કલસ્ટર મુજબ ચારથી પાંચ ગામડાં મળી રાત્રિ સભાનું આયોજન પણ કરાયું હતું. જેથી ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવામાં સફળતા મળી હતી.

ઈન્ડિયન એક્સપ્રેસ એક્સલન્સ એવોર્ડ, ઈ ગવર્નન્સ એક્સલન્સ એવોર્ડ અને બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના વિવિધ એવોર્ડ કલેક્ટર ખરસાણને વલસાડ જિલ્લામાં વર્ષ 2017થી 2020 સુધીના કાર્યકાળ દરમિયાન મેળવી વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. ત્યારે આજે ફરીથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે કલેક્ટર ખરસાણને વર્ષ 2018-19 દરમિયાન આદિવાસી જિલ્લાની કેટેગરીમાં વલસાડ જિલ્લાના બેસ્ટ જિલ્લા કલેકટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઉપરાંત ઉત્કૃષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર અને 51 હજારનું પારિતોષિક પણ એનાયત કરાયું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular