નવજીવન ન્યૂઝ. બોટાદઃ Botad News: બોટાદમાં રહેતા એક પરિવારે પોલીસ (Botad Police) પર ગંભીર આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો છે. એક મહિના અગાઉ યુવકને પોલીસ કસ્ટડીમાં (police custody) લઈ ગયા બાદ તેની તબિયત લથડી હોવાનો પરિવારનો આક્ષેપ છે. જોકે એક મહિનાની સારવાર બાદ યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) મોત નિપજ્યું છે. યુવકનું મોત થતાં પરિવારે કહ્યું છે કે, જ્યાં સુધી પોલીસ કર્મીઓ પર ફરિયાદ નોંધવામાં નહીં આવે, ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે.
મૃતકના પરિવારે જણાવ્યા અનુસાર, બોટાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય કાળુભાઈ ઉસ્માનભાઈ પાસે ગત 14 એપ્રિલના રોજ બોટાદ પોલીસના 3 પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં આવ્યા હતા. તેમની પાસે રહેલી બાઈક ચોરીની છે તેમ કહીને બાઈકના દસ્તાવેજ માગ્યા હતા. જેથી યુવકે પોલીસ પાસેથી આઈકાર્ડ માગ્યુ હતું. યુવકે આઈ કાર્ડ માગતા જ તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પરિવારનો આક્ષેપ છે કે, કાળુભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈને તેમને માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ બનાવ બાદ કાળુભાઈને 17 એપ્રિલના રોજ માથામાં દુખાવો ઉપડતાં ભાવનગર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી બોટાદ અને છેલ્લે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાળુબાઈની બે વખત ન્યૂરો સર્જરી કરવામાં આવી. સારાવર દરમિયાન ગઈકાલે કાળુભાઈનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, સારવાર દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કાળુભાઈને એક વ્યક્તિ સમગ્ર મામલે પુછી રહ્યા છે અને કાળુભાઈ નામ જોગ જણાવ છે કે, આલ્કુભાઈ માથુ પછાડ્યું અને ઝાપટો મારી હતી, નિકલુભાઈ, સાયલસિંહ પણ હતા. પોલીસ પાસે ID પ્રુફ માગતા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
પોલીસ અટકાયત થયા બાદ કાળુભાઈનું એક મહિનાની સારવાર બાદ મોત થતાં પરિવારે બોટાદ પોલીસ પર આક્ષેપો કર્યો છે. કાળુભાઈને અમીરાજભાઈ પ્રવીણભાઈ બોરિચા, નિકુલભાઇ સિંધવ તેમજ રાહિલભાઈ સીદાતરે માર માર્યો પરિવારનો આક્ષેપ છે. કાળુભાઈના મૃત્યુ બાદ પરિવારજનો અને સમાજના અગ્રણીઓ રોષે ભરાયા છે સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ નહીં નોંધવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની ચિંમકી ઉચ્ચારી છે. પરિવારે આ મામલે કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદન પણ આપ્યું હતું. કાળુભાઈના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા એસ. પી. ને તપાસનો આદેશ આપ્યો છે. સાથે જ પોલીસ સ્ટેશન અને હોસ્પિટલના CCTV રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલાની વધુ સુનાવણી 6 જૂનના રોજ થશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








