નવજીવન ન્યૂઝ.ભિલોડાઃ ભિલોડાના પાલ્લા ગામના યુવકની હત્યા થતા ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધીક્ષક ભરત બસીયાની રાહબરી હેઠળ ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે યુવકની હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખી ૪ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જેમાં બે યુવકોએ મોબાઈલ ફેંકી દેવા જેવી સામાન્ય બાબતમાં યુવકને મોતને ઘાટ ઉતારી અન્ય એક મિત્રની મદદથી બાઈક પર ફરાર થઈ જતા અને એક હત્યારા યુવકની માતાએ હત્યા સમયે પહેરેલ કપડાં અને અન્ય પુરાવાનો નાશ કરવાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મૃતક યુવકની હત્યા કરનાર હત્યારાને મદદ કરનાર તેના ભાઈ અને માતાને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.

ભિલોડાના પાલ્લા ગામનો યુવક મહેશભાઈ ઉર્ફે કાળુ જગાભાઈ મકવાણા (ઉં.વર્ષ-૨૭) તેના મિત્રો કુલદીપ બાબુભાઈ મકવાણા અને કરણ રાજુભાઈ ભગોરા એક્ટિવા લઇ રવિવારે સાંજે કુંભારી છાપરા (લીલછા) ગામના ભીમા ચંદુભાઈ તરારના લગ્નમાં ગયા હતા. બીજા દિવસ સવારે મહેશ ઉર્ફે કાળુની હત્યા કરેલી હાલતમાં તલાવડીમાંથી લાશ મળતા ભારે ચકચાર મચી હતી. ભિલોડા પોલીસે ડોગ સ્કોડ અને એફએસલની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કરતા મૃતક યુવક મહેશ ઉર્ફે કાળુને લગ્નમાં વાંસળી ગામના ધવલ સુરેશ મકવાણા સાથે મોબાઈલ બાબતે ઝગડો થયો હોવાનું બહાર આવતા ભિલોડા પોલીસે ધવલની આગવી ઢબે પૂછપરછ કરતા તેનો મોબાઈલ મહેશ કાળુએ ફેંકી દેતા બબાલ થતા ઝગડતા ઝગડતા તલાવડી નજીક પહોંચતા ધવલ અને તેના મિત્ર જયેશ બાબુ સોલંકીએ મહેશ કાળુને પથ્થરના ઘા માથામાં ઝીંકી હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું અને જયેશના ભાઈ હરેશની બાઈક પર ફરાર થઇ ઘરે જતા રહ્યા હતા. મહેશ ઉર્ફે કાળુની હત્યા કરતા લોહીના દાગ બંનેના કપડાં પર પડતા તેમના કપડાં જયેશની માતા સાથે મળી ખેતરમાં બાળી નાખ્યા હોવાનું જણાવતા પોલીસે બંને હત્યારાના અને મદદગારીમાં સંડોવાયેલ હરેશ અને હત્યાના પુરાવા નાશ કરવામા મદદ કરનાર જયેશની માતા મંગુબેન સોલંકીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ યુવકની હત્યાના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો.
મૃતકના હત્યારા અને મદદગારી કરનાર ભાઈ અને તેની માતાના નામ વાંચો
૧) ધવલ સુરેશ મકવાણા (રહે,વાંસળી-ભિલોડા)
૨) જયેશ બાબુ સોલંકી (રહે, વાંસળી-ભિલોડા)
૩) હરેશ બાબુ સોલંકી (રહે, વાંસળી-ભિલોડા)
૪) મંગુબેન બાબુ સોલંકી (રહે,વાંસળી-ભિલોડા)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












