Sunday, November 2, 2025
HomeGujaratBhavnagarભાવનગરમાં ASI પુત્રની હત્યા મામલે ઝડપાયા 3 આરોપીઃ બદલા પછી કાનાના ફોટો...

ભાવનગરમાં ASI પુત્રની હત્યા મામલે ઝડપાયા 3 આરોપીઃ બદલા પછી કાનાના ફોટો પાસે પ્રગટાવ્યો દીવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભાવનગરઃ ભાવનગરમાં બે દિવસ પહેલા એક પોલીસ પુત્રની હત્યા થાય છે અને હત્યાનું કારણ એવું હતું કે ખૂનનો બદલો ખૂન. જેની તેની હત્યા કરવામાં આવી તેણે 2018 માં ભાવનગરમાં એક યુવકની હત્યા કરી હતી અને આ હત્યાનો બદલો લેવા માટે 2018 માં જે માર્યો ગયો તેના ભાઈઓએ આ પોલીસ પુત્રને જાહેરમાં રહેંસી નાખ્યો હતો. 48 કલાક પછી આ આરોપીઓને પકડવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે.

ભાવનગર પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખા વાઘાસિયાનો દીકરો કેવલ જેની ઉંમર 29 વર્ષ હતી. તે પોતાની કાર સર્વિસમાં આપવા આવ્યો હતો ત્યાં ત્રણ લોકો આવે છે અને જાહેરમાં છરી વડે તેના ઉપર હુમલો કરી તેની હત્યા કરે છે. આ ઘટના પછી જ્યારે જાણકારી એસઆઈ રેખા વાઘાસિયાને મળી ત્યારે તે ઘટનાસ્થળે આવે છે અને તે પોલીસ હોવા છતા પોતાના દીકરાનો મૃતદેહ જોઈ ભાંગી પડે છે. તેમણે પોતાનો 29 વર્ષનો દીકરો ગુમાવ્યો આ કેવલ વાઘાસિયા 29 વર્ષનો હતો પણ તે બહુ વર્ષોથી ગુનાહિત જીવન જીવવા લાગ્યો હતો. તેની ઉપર સાત થી આઠ અલગ અલગ પ્રકારની ફરિયાદ નોંધાઈ ચૂકી હતી.

- Advertisement -

અગાઉની ઘટના એવી છે કે 2018 માં ભાવનગરના જે કાના નામના યુવકની તેણે હત્યા કરી હતી, તે મામલે કુલ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. અદાલતમાં કેસ ચાલી જતા અદાલતે તમામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આ તમામ સાતે સાત આરોપીઓ ભાવનગરની જેલમાં હતા. આ દરમિયાન તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને અપીલ દરમિયાન કેવલ વાઘાસિયા સહિત સતીશ અને હાર્દિક નામના તેના બે સાગરિતોને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. છેલ્લા બે વર્ષથી કેવલ જામીન ઉપર હતો પરંતુ રેખા વાઘાસિયાને શંકા હતી કે પોતાના દીકરાનો બદલો લેવામાં આવશે એટલે તે સતત પોતાના દીકરા કેવલને કહી રહ્યા હતા કે સાચવીને રહેજે. પણ તેવું થયું નહીં, બે દિવસ પહેલા કેવલ વાઘાસિયા પોતાની કાર સર્વિસમાં મૂકવા આવ્યો ત્યારે કાનાના ભાઈઓ જેનું નામ છે અર્જુન સાટિયા, ભરત સાટિયા અને ભાર્ગવ સાટિયા ત્યાં છરી લઈને પહોંચે છે અને કેવલની હત્યા કરી નાખે છે. કેવલની હત્યા પછી હત્યા કોણે કરી તેવો પ્રશ્ન પોલીસને હતો. એટલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમાં કાનાના આ ત્રણ ભાઈઓ નજરે પડ્યા. પોલીસ જ્યારે આ ત્રણેયના ઘરે પહોંચે છે. ત્યારે પોલીસને આશ્ચર્ય થાય છે કે બપોરનો સમય હતો પણ 2018 માં જે માર્યો ગયો હતો તે કાનાના ફોટા પાસે દીવો કરેલો હતો. આ બહુ સૂચક ઘટના પોલીસ માની રહી હતી.

પોલીસ એવું માની રહી હતી કે, આ બદલો લેવા માટેના સોગંધ હતા અને હત્યા પછી કાનાના ફોટો પાસે દીવો કરી સોગંધ પૂરા કર્યા હતા, પણ પોલીસને ડર એવો હતો કે, કેવલના બીજા બે સાગરી જેનું નામ છે સતીશ અને હાર્દિક જે બહાર જામીન ઉપર હતા. પોલીસને ડર હતો કે, હવે તેમના ઉપર હુમલો થાય અને તેમની હત્યા થાય. એટલે પોલીસે સતીશ અને હાર્દિક ઉપર સતત નજર રાખી હતી. 48 કલાકની પોલીસની મહેનત પછી આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે પણ ભાવનગર માટે જ નહીં આ ગુજરાત માટે કરુણતા છે કે, એક પોલીસ કર્મચારીનો દીકરો પહેલા ગુનેગાર બની જાય, હત્યા કરે અને પછી ગુનાહિત જીવન જીવતા યુવાનની હત્યા થાય. આ વિષય બધાએ જ વિચારવા જેવો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular