Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarબ્રેઇનડેડ માતાનું પુત્રએ હ્રદય બંધ ન થવા દીધું, 4 લોકોની જીંદગી બચાવી

બ્રેઇનડેડ માતાનું પુત્રએ હ્રદય બંધ ન થવા દીધું, 4 લોકોની જીંદગી બચાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) છેલ્લા 10 દિવસથી સારવાર લઈ રહેલા ભાવનગર (Bhavnagar) જિલ્લાના તળાજા તાલુકાના નિતાબહેનનું અવશાન થયું હતું. નિતાબહેનનું અવશાન થતાં તેમના પુત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે, તેમની માતાના નિધન બાદ પણ હ્રદય ધબકતું રહ્યું. પુત્રએ માતાના અંગદાનનો (organ donation) નિર્ણય કરતાં આજે 4 જરૂરીયાતમંદ લોકોને નવજીવન મળ્યું છે. બ્રેઇનડેડ માતાના અંગોનું દાન કરીને મીલને પુત્રધર્મ સાથે માનવધર્મ નિભાવ્યો છે.

bhavnagar organ donation
bhavnagar organ donation

પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના તળાજા તાલુકાના બારૈયા પરિવાર ઉપર ૧૦મી જુલાઇએ એકાએક આફત આવી હતી. બારૈયા પરિવારના ૩૯ વર્ષીય નીતાબહેનને બ્રેઇન હેમરેજ થયું હતું. નિતાબહેનને સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંદાજીત ૧૦ દિવસ સુધી જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ ૨૦મી જુલાઇની રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા.

- Advertisement -

નીતાબહેનને એક પુત્ર છે મીલન. મીલનને બાળપણથી ખુબ જ લાગણી, વ્હાલ સાથે નીતાબહેને ઉછેર્યો. આ પુત્રને શિક્ષિત બનાવીને પગભર કરવા કોલેજમાં એડમિશન અપાવ્યું. પરંતુ વીધીના લેખ તો કંઇક અલગ જ લખાયા હતા. રામાયણમાં વૃધ્ધ માતા-પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરનાર શ્રવણનો કિસ્સો તો બધાએ સાંભળ્યો હશે. પરંતુ નીતાબહેનના એકના એક પુત્ર મીલને કળયુગનો શ્રવણ બનીને કદાચિત સેવાભાવી માતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી છે. સિવિલ હોસ્પિટલમાં દસ દિવસની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થયેલા નીતાબહેનના અંગોના દાનનો નિર્ણય ખુદ તેમના દિકરાએ કર્યો.

૨૦ વર્ષના આ દિકરાના નિર્ણયથી ચાર જીંદગી બચી

અંગદાન પાછળ મીલનનો આશય ફક્ત એક જ હતો કે માતા એ ખુબ જ વ્હાલ અને પ્રેમપૂર્ણ મને ઉછેર્યો. સેવાભાવ અને જનકલ્યાણના કાર્યો સાથે માનવતાની શીખ આપી અને જ્યારે તેઓ આ દુનિયામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે અન્યોના શરીરમાં તેમનું હ્રદય ધબકે, કિડની અને લીવરની પીડામાંથી પસાર થતા જરૂરિયાતમંદને લીવર અને કિડની મળે. તેવા ઉમદા ભાવ સાથે ભાવનગરના આ શ્રવણ પુત્રએ બ્રેઇનડેડ માતા નીતાબહેનના અંગોનું દાન કર્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબોને હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા પણ મળી છે. જેને જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 122 અંગદાન થયા છે. પરંતુ 10 દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝુમ્યા બાદ બ્રેઇનડેડ થયેલ માતાના યુવાન પુત્રએ શ્રવણ બનીને અંગદાન કર્યાની આ પ્રથમ ઘટના છે. જ્યારે તેમના પુત્રએ અંગદાનનો નિર્ણય કર્યો ત્યારે એ ક્ષણ સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ભાવુક બની રહી હતી. આમ તો અત્યાર સુધી કુલ ૩૪ હ્રદયદાન થયા છે, પરંતુ નીતાબહેનના પુત્ર દ્વારા કરાયેલ દાન ખરા અર્થમ હ્રદયપૂર્વકનું દાન હતું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular