Sunday, November 2, 2025
HomeGeneralભરૂચના મહિલા કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્તાનઃ યુવાનો પર ચપ્પુથી ફરી વળ્યો,...

ભરૂચના મહિલા કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્તાનઃ યુવાનો પર ચપ્પુથી ફરી વળ્યો, એકની હાલત ગંભીર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ભરૂચઃ સતત વિવાદો વચ્ચે ઘેરાયેલા રહેતા ભરૂચ નગર પાલિકાના વોર્ડ નં. 3ના મહિલા સેવિકાના પતિ કર્તવ્ય રાણાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. મહિલા કોર્પોરેટર હેમાલી રાણાનો પતિ કર્તવ્યરાણા અગાઉ પણ દારુના વેપલામાં ઝડપાતા તેના નામની ચકચાર મચી હતી. હવે ફરી તે બે વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કરવાની ઘટનામાં પોલીસના ચોપડે ચઢ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


ભરૂચ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કર્તવ્ય રાણાએ શક્તિનાથ વિસ્તારમાં બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના બની છે. બંને યુવકો પૈકીનો એક પ્રિન્સ મહંત ગંભીર રીતે ઘવાયો છે જેને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. હોસ્પિટલમાં તેની હાલત ગંભીર હોવાની વિગતો મળી રહી છે. જોકે આ મામલે પોલીસે પણ કડક અને તુરંત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -



પોલીસે કલમ 307 હત્યાના પ્રયાસ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રારંભીક તપાસમાં જાણકારી સામે આવી છે કે કાઉન્સિલર હેમાલી રાણાનો પતિ કર્તવ્ય પ્રવિણભાઈ રાણાએ તેના જ બે મિત્રો પર છરી વડે હુમલો કર્યો છે. કર્તવ્યની ભરૂચમાં રહેતા મેહુલ ચૌહાણ સાથે બોલાચાલી થઈ હતી. જેને મામલે પ્રિન્સ મહંત સાથે મેહુલ તેને મળવા આવ્યો હતો.

તેમની વચ્ચેની વાતચિત કારગર નીવળી નહીં અને વાતચિતમાં ઉશ્કેરાયેલો કર્તવ્ય તેમના પર ચપ્પુ સાથે તૂટી પડ્યો હતો. તેણે જીવલેણ હુમલો કરી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી. મેહુલને પગલના ભાગે તો પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. બનાવને પગલે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે મહંત પ્રિન્સને વડોદરા ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્તવ્ય રાણા અગાઉ પણ ઘણી વખત વિવાદોના વચ્ચે ઘેરાયો છે. અગાઉ પ્રોહિબીશનના ગુનામાં તેને પોલીસે ઝડપ્યો હતો હવે પોલીસે તેની સામે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular