Monday, April 20, 2026
HomeGujaratભાવનગર રેન્જમાં પ્રજા અને પોલીસનું સ્વાસ્થ્ય અને સબંધ સુધારવા એથ્લેટિક્સ મીટ-2023

ભાવનગર રેન્જમાં પ્રજા અને પોલીસનું સ્વાસ્થ્ય અને સબંધ સુધારવા એથ્લેટિક્સ મીટ-2023

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: Bhavnagar Latest News: પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સબંધો સ્થાપિત થાય તે હેતુથી ભાવનગર રેન્જ આઈ.જી. (Bhavnagar Range IG) ગૌતમ પરમાર (Gautam Parmar) દ્વારા એથ્લેટિક્સ મીટ-2023નું (Athletics meet-2023) આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ એથ્લેટિક્સ મીટ-2023ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ(Bhavnagar Police) અને કર્મચારી સહિત પ્રજાજનો પણ હિસ્સો લઈ રહ્યા છે. 8 દિવસ માટે યોજાયેલી આ એથ્લેટિક્સ મીટ-2023નું ઉદધાટન ઈન્ચાર્જ ડી.જી.પી. વિકાસ સહાય (DGP Vikas Sahay) ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ડી.જી.પી.એ વકતવ્યમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓેને માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત કર્યા હતા.

Bhavnagar Range Police Athletics Meet 2023
Bhavnagar Range Police Athletics Meet 2023

આજે 8 ફેબ્રુઆરીના રોજ ભાવનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે એથ્લેટિક મીટનો શુભારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારના માર્ગદર્શનથી ભાવનગર રેન્જના ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પોલીસકર્મીઓ અને અધિકારીઓ માટે આ એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 8 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી આયોજીત એથ્લેટિક મીટમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, ઊંચી કૂદ, લાંબી કૂદ, રસ્સા ખેંચ, કબ્બડી, 400 મીટર રીલે દોડ, વોલીબોલ, અને ટેનિસ ક્રિકેટની રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ રમતોમાં કુલ મળી 1400 પોલીસ કર્મચારી અને અધિકારીઓ હિસ્સો લેશે. મહત્વની વાત છે કે આ આયોજનમાં પોલીસ સહિત સામાન્ય જનતાને પણ સામેલ કરવામાં આવી છે. જેમાં ભાવનગર રેન્જના વિસ્તારમાંથી 250 કરતા વધારે પ્રજાજનોએ રમતમાં હિસ્સો લીધો છે.

- Advertisement -

ભાવનગર રેન્જમાં આયોજીતમાં પોલીસ વિભાગની એથ્લેટિક મીટ 2023ના ઉદઘાટન પ્રસંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ તેઓએ મહત્વની વાત કહી હતી કે, પોલીસ વિભાગમાં માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ ખુબ જરૂરી છે. દોડધામ ભરેલા અને જવાબદારી ભરેલા જીવનમાં રમત-ગમત માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.

Gujarat DGP Vikas Sahay
Gujarat DGP Vikas Sahay

Tag: Athletics meet-2023 by IGP Gautam Parmar Bhavnagar Range

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular