અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તે વચ્ચે મેઘરજ તાલુકાના પહાડિયા નજીક વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા બે યુવકોના મોત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મેઘરજ તાલુકાના પહાડિયા નજીક બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને બાઈક સવાર યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ઈસરી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સારવાર મળે તે પહેલાં જ બંનેના મોત નિપજ્યા હતા.
મૃતકોની ઓળખ મુકેશભાઈ જીવરાજભાઈ તબિયાડ (રહે. ઝરડા) અને વિનોદભાઈ વિશ્રામભાઈ મેનાત (રહે. નવાઘરા) તરીકે થઈ છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ઈસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળતાં લોકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઈસરી પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણોને લઈને વધુ તપાસ કરી રહી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








