Saturday, October 25, 2025
HomeGujaratઅરવલ્લીઃ દર્દીને તાત્કાલિક લોહીની જરૂર પડી, લોહી ક્યાંયથી ન મળ્યું… પણ અહીં...

અરવલ્લીઃ દર્દીને તાત્કાલિક લોહીની જરૂર પડી, લોહી ક્યાંયથી ન મળ્યું… પણ અહીં કંઇક અલગ થયું, જાણો શું..

- Advertisement -




નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ સામાન્ય રીતે કોઇ પણ દર્દીને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવામાં આવે ત્યારે તાત્કાલિક સારવાર તેમજ અન્ય કોઇપણ પ્રકારની અગવડ ઊભી થતી હોય છે જેને કારણ દર્દી પીડાતો હોય છે. પણ કેટલીક વાર કુદરતનો કરીશ્મા થાય છે કે, આવા દર્દીને કોઇ આશા ન હોય ત્યાંથી મદદ મળી જતી હોય છે, બસ કંઇક આવું જ કાંઈક અરવલ્લીમાં થયું અને દર્દીને નવજીવન મળ્યું છે.

વાત જાણે એમ છે કે, અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામના એક દર્દીને શ્વાસની તકલીફ હતી, ઉપરથી બ્લડ પણ માત્ર 4 ટકા જ હતું. લોહીની ઉણપની જાણ દર્દીને ત્રણ દિવસ પહેલા થઇ હતી. દર્દીને 10 મે 2022 ના રોજ 108 ઇમરજન્સી એમ્બ્યૂલન્સ થકી મેઘરજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા અને ત્યાં બ્લડ ચઢાવવા માટે મેઘરજથી હિંમતનગર સિવિલ લઈ જવાના હતા. પછી હિંમતનગર સિવિલ પહોંચ્યા જ્યાં દર્દીને લોહી ચઢાવવાનું હતું પણ બ્લડ બેંકમાંથી લોહી લેવા માટે સામે કોઇનું લોહી આપવું પડે તેમ હતું અને દર્દીના સગા હાજર નહોતા, પણ જે સગા હતા તેઓ બ્લડ આપવા તૈયાર થતા નહોતા.



આ અંગે 108 ના સ્ટાફને જાણ થઈ મેઘરજ 1 પર ડ્યુટી પર ફરજ બજાવતા પાયલોટ દશરથસિંહ ચૌહાણે તરત જ એક બોટલ બ્લડ આપી દેતા દર્દીનો જીવ બચી ગયો અને 108 એમ્બ્યૂલન્સની ટીમે માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું હતું.

- Advertisement -

સામાન્ય રીતે મેડિકલ અથવા તો એમ્બ્યૂલન્સની ટીમ કોઇપણ રીતે દર્દીઓને મદદરૂપ થતી જ હોય છે. કોઇકવાર દર્દીને તાત્કાલિક ઘટનાસ્થળે થી લેવા અથવા તો હોસ્પિટલ પહોંચાડવા, પણ અહીંથી ઇમરજન્સી એમ્બ્યૂલન્સની ટીમની ત્રીગુણી કામગીરી જોવા મળી દર્દીને ઘરેથી મેઘરજ લાવ્યા અને મેઘરજથી હિંમતનગર અને ત્યારબાદ હિંમતનગર ખાતે બ્લડ આપીને એક ઉત્તમ કામગીરી કરી છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular