Wednesday, December 17, 2025
HomeGujaratAhmedabadમહાઠગ કિરણ પટેલની મુશ્કેલી વધી, ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ વધુ એક છેતરપીંડીની ફરિયાદ

મહાઠગ કિરણ પટેલની મુશ્કેલી વધી, ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઇ વધુ એક છેતરપીંડીની ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad Thug Kiran Patel : રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાને એરણે ચડેલા મહઠાગ કિરણ પટેલનું (Thug Kiran Patel) વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. જેમ-જેમ દિવસે સૂર્ય ઉદય થાય તેવી રીતે મહાઠગના ઠગાઈ પ્રકરણ એક બાદ એક ઉદય થઇ રહ્યા છે. તેની સામે વધુ એક ઠગાઈ (Fraud) ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch) નોંધાઈ છે. નકલી PMO અધિકારી (Fake PMO Officer) તરીકે ખોટી ઓળખ આપી G20 સમિટના બેનર હેઠળ હોટલ હયાતમાં ઇવેન્ટ યોજી, ઇવેન્ટ સંચાલક પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલ કિરણ પટેલે જગદીશપુરમ બંગલાને પચાવી પાડવાનો મામલાના પડઘા હજું શમ્યા નથી, ત્યારે વધુ એક ફરિયાદથી કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો નોંધાયો છે.

હાર્દિક નામના ઇવેન્ટ સંચાલકે ફરિયાદ નોંધાવી છે કે, “કિરણ પટેલે PMO ઓફિસના એડિશનલ ડાયરેકટર તરીકેને ખોટી ઓળખ આપી હતી અને અમદાવાદમાં હયાત હોટલ ખાતે G-20 બેઠકનું આયોજન કર્યુ હતું તે ઇવેન્ટનું ભાડું ચુકવ્યુ ન હતું. જે દોઢ લાખ રૂપિયા જેવું થાય છે. જેમાં તેણે કાશ્મીર ડેવલેપમેન્ટની જવાબદારી PMO તરફથી મને મળી હોવાનું કહી પ્રોજકેટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને અમદાવાદથી શ્રીનગર ફલાઈટમાં લઈ જઈ હોટેલનું ભાડું પણ મારાથી અપાવ્યું હતુ. તેણે PMO નકલી આઈકાર્ડ બતાવી વિશ્વાસમાં લીધો હતો. આમ કરી કુલ 3.31 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હતી”.

- Advertisement -

આ ફરિયાદ બાદ કિરણ પટેલ સામે છઠ્ઠી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે નોંધાઈ છે. હાલ સિંધુભવન નિલકંઠ સોસાયટીમાં આવેલા જગદીશ પુરમ બંગલાને પચાવી પાડવાના મામલે તેની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે વધુ એક ઘટસ્ફોટ થતા હજુ આગામી દિવસોમાં નવાં-નવાં ફણગાંઓ ફૂટે તેવી શક્યતા સેવાઈ રહી છે. કિરણ પટેલ લોકોને બાટલીમાં ઉતારવામાં માહેર હતો. તેણે મોટાં મોટાં રાજ્કીય નેતાઓથી માંડી IAS, IPS અને ત્યાં સુધી તો દેશની સુરક્ષા એજન્સીને પણ છેતરી નાંખી છે.

જમ્મુકાશ્મીરની ઘાટીઓમાં સઘન સુરક્ષાના ઘેરા વચ્ચે Z પ્લસ સિક્યોરિટી સાથે બુલેટપ્રૂફ SUV માં ફરતો. PMO અધિકારી તરીકેનો રુઆબ બતાવી ખુલ્લી હવામાં ફરનાર મહાઠગ કિરણ પટેલને આજે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

થોડાંક દિવસ અગાઉ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિરણ પટેલને સાથે રાખી ઇસનપુર ખાતે આવેલા પ્રિસ્ટેજ સોસાયટાં ભાડાના બંગલામાં જ્યાં તે રહેતો હતો તે બંગલાની તલાશી લીધી હતી. જેમાં જુદા-જુદા બેન્કોના એકાઉન્ટ પણ મળી આવ્યા હતા. લોકોને નકલી PMO અધિકારી તરીકેની ઓળખ આપી કાશ્મીર રોકાણ કરાવવાની લાલચ આપી શિકાર બનાવતા હોવાની વિગતો પણ પૂછપરછમાં સામે આવી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular