નવજીવન ન્યૂઝ.ભરૂચઃ આટલી ગરમીમાં ભોજન અને પાણી માટે સતત આમ તેમ ભટકવું પડતું હતું તેવા એક નાનાકડા પરિવાર કે જેના માથે આકાશ અને નીચે ધરતી સિવાય કશું ન્હોતું, તેવા પરિવારની મદદ ભરૂચ પોલીસે જે રીતે કરી તે સરાહનીય છે. પોતાની કડક અધિકારીની છાપ ધરાવતા ભરૂચ જિલ્લા એસપી ડો. લીના પાટીલની આ બીજી બાજુ પણ હૃદય સ્પર્ષી લેનારી છે. તેમને એક બીમાર અને અશક્ત મહિલા તથા તેના બે બાળકો અંગે જે જાણકારી મળી અને તે પછી જે કાંઈ પોલીસે કર્યું તે આવો જાણીએ.
અંકલેશ્વર જીઆઈડિસી વિસ્તારમાં આવેલા માનવ મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી એક મહિલા રખડતું જીવન ગાળતી જોવા મળતી હતી, જોકે વખત જતા તેની સાથે બે બાળકો પણ નજરે પડતા હતા. લોકો તરફથી જે કાંઈ ભોજન મળે તેનાથી પેટ ભરતા અને પાણી પીતા. હાલમાં રેકર્ડ બ્રેક ગરમી ચાલી રહી છે ત્યારે આ ત્રણ જીવ પોતાનો ગુજારો કેવી રીતે કરે છે તે અંગેની જાણકારી લોકોએ એસપી લીના પાટીલને આપી હતી.
લોકોએ તેમને કહ્યું કે, મહિલાની માનસિક અસ્વસ્થતાને કારણે તેની તબીયત લથડી રહી છે અને તેવામાં તે પોતાનું અને બાળકોનું ધ્યાન રાખી શકતી નથી. અહીં સુધી કે બાળકોના ચહેરા પર ગરમીના કારણે સનબર્નની અસર જોવા મળી રહી છે, હવે આગામી સમયમાં ભોજન અને પાણી વગર તેમનું અને આ મહિલાનું સ્વાસ્થ્ય જોખમમાં આવી જાય તેવી સ્થિતિ છે. એસપી ડો. લીના પાટીલે તુરંત આ અંગેના જરૂરી સૂચનો અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન કરમટીયાને આપી હતી.
તેમણે સ્થળ તપાસ કરી પરિવારને ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપી હતી. બીજી બાજુ પોલીસના આગ્રહથી સેવાભાવી સંસ્થા માનવ મંદિર ટ્રસ્ટ આગળ આવ્યું અને તેમણે મહિલા તથા બંને બાળકોની જવાબદારી સ્વિકારી હતી. ત્રણેયની પ્રાથમિક સારવાર પછી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તરફથી કબ્જો સંસ્થાને આપવામાં આવ્યો હતો. સંસ્થાના સંચાલક અરવિંદભાઈનું કહેવું છે કે, સંસ્થા આવા 300થી વધુ લોકોની દરકાર હાલ કરી રહી છે. જે પરિવારમાં વધુ ત્રણ સભ્યોનો ઉમેરો થયો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.