પ્રશાંત દયાળ .નવજીવન: તા 5 ઓકટોબરની રાતની ઘટના છે, સવારે આણંદ પોલીસ કંટ્રોલ રૂમને કોઈ જાણકારી આપી કે ભાદરણના અલકાપુરી વિસ્તારમાં રહેતા NRI ના બંગલામાં રમતુભાઈ ભોઈ (ઉ-65)ની કોઈ રાતે હત્યા કરી છે, અને બંગલામાં સામાન વેરિખેર પડયો છે, બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા આણંદના એસપી અજીત રાજયાણ પોતે ઘટના સ્થળે પહોંચ્યો અને તેમણે પેટલાદના એસપી ડીવાયએસપી આર એલ સોંલકીને સાત અલગ અલગ ટીમો બનાવી ઘટનાને અંજામ આપનારને ઝડપી લેવા આદેશ આપ્યો હતો પોલીસને ઘટના સ્થળે નિરીક્ષણ કરતા ખબર પડી ચોકીયાત રમતુભાઈની હત્યાને અંજામ આપવા માટે હત્યારાએ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યો ન્હોતો, પરંતુ રમતુભાઈ જયાં સુઈ રહ્યા હતા તે ખાટલાની પાસે એક પગલુછણીયુ પડયુ હત્યારાએ બળપુર્વક તેમના મોંઢા ઉપર પગલુછણીયુ દબાવી દીધુ હતું અને તેમનો શ્વાસ રૂંઘાઈ જાય ત્યાં સુધી તેમને દબોચી રાખ્યા હતા.
પોલીસની ચાલાક નજર સમજી ગઈ કે રમતુભાઈનું કદ કાઠી જોતા કોઈ એક વ્યકિત હત્યાને અંજામ આપી શકે નહીં તેનો અર્થ હત્યા કરનારા એક કરતા વધારે હતા, અને બંગલાનો સામાન પણ વેરવિખેર પડયો હોવાને કારણે સ્પષ્ટ હતું કે ઈરાદો લુંટ અથવા ચોરીનો હતો. એસપીની સુચનાને આધારે પોલીસને સાત ટીમો કામે લાગી ગઈ, વિવિધ સ્થળે આવેલા સીસી ટીવી ચેક કરવામાં આવી રહ્યા હતા પરંતુ પોલીસને ફુટેઝમાં તેવી કોઈ ઠોંસ માહિતી મળી રહી ન્હોતી, આ ઘટનાની જાણ થતાં અમદાવાદ રેન્જના આઈજીપી ચંદ્રશેખર પણ ભાદરણ આવ્યા અને તેમને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી સુચના આપી કે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા ખાસ તપાસ દળ બનાવામાં આવે અને તે દળ માત્ર આ તપાસની કામગીરી કરે છે.
ડીવાયએસપી આર એલ સોંલકી અને સબઈન્સપેકટર જી બી જાદવ અને એ એસ રબારીનું ખાસ તપાસ દળ બનાવવામાં આવ્યુ ત્રણ પોલીસ અધિકારીઓ નાની સરખી પણ જાણકારી મળે તો તેને ચકાસવાની શરૂઆત કરી આ પ્રકારની ઘટનાને કોણ અંજામ આપી શકે તેવા શકમંદોને શોધી તેમની પુછપરછ શરૂ કરી આ પ્રકારના દોઢ કરતા વધુ શકમંદોને પોલીસે તપાસ્યા પણ આ ઘટના સાથે સંબંધ હોય તેવો એક પણ આરોપી મળ્યો નહીં, પણ આ વખતે એક બાતમીદારે આવી મહત્વની માહિતી આપી, બાતમી સાંભળતા પોલીસના કાન ઉંચા થઈ ગયા, એક પોલીસ ટીમ બોરસદના દહેવણ પહોંચે અને તેમણે વિક્રમ મ મહિજીને ઉપાડી ભાદરણ લઈ આવ્યા, શરૂઆતમાં તો તેણે સમગ્ર ઘટનાને નકારી કાઢી, પરંતુ એકનો એક પ્રશ્નો અલગ અલગ અધિકારી પુછવા લાગ્યા જેના કારણે તે ભાંગી પડયો અને તેણે તેના સાથીઓએ જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી.
વિક્રમે કબુલ્યુ કે તે અને તેના સાગરીતો મળી કલ પાંચ વ્યકિતઓ હતી, દિવસ દરમિયાન તેઓ ઝાંબુ વિળવાને બહાને આ વિસ્તારમાં રેકી કરી ગયા હતા આ બંગલો મુખ્ય રસ્તા ઉપર હતો અને માણસોની અવરજવર નહીંવત હોવાને કારણે તેમણે બંગલાને નિશાન બનાવ્યો હતો, જો કે તે દિવસે કેઓ દિવાલ ફાંદી અંદર કુદયા એટલે ચોકીયાદ જાગી ગયો અને તેણે તેમને પડકારતા, બે સાથીઓ હાથ અને બે સાથીઓએ તેના પકડી લીધા હતા એક સાથી બાજુમાં પડેલુ પગલુછણીયુ ચોકીયાતના મોંઢા ઉપર દબાવી દેતા તે બુમ પણ પાડી શકયો નહીં અને શ્વાસ રૂંધાઈ ગયો હતો વિક્રમની કબુલાત આધારે તરત એક ટીમ રવાના થઈ અને તેમણે સંજય તળપદા અને જેણા તળપદાને ઝડપી લીધા હતા. જો કે પોલીસની ભનક આવી જતા અન્ય બે આરોપી ગોપાલ અને ભુરો ફરાર થઈ ગયા હતા પોલીસની પુછપરછમાં તેમણે આ જ પ્રકારે ભાદરણમાં બે અને અંકલાવમાં બે ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.