નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતાં હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક વાર વરસાદને લઈને આગાહી (Ambalal Patel Forecast) કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી (Varsad ni Agahi ) કરવામાં આવી છે. સાથે જ હવામન વિભાગ દ્વારા પણ આગામી 7 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ હમાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી રહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે, સુરત, નવસારી, ભરુચમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, આ વખતે અરબ સાગરમાં ભેજનો મોટો જમાવડો છે, આ ભેજન જમાવડોની અસર છેક, દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધીમાં જોવા મળવાની શક્યતા છે, જેના કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, સુરત, નવસારીમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, આ સિસ્ટમ જે છે તે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરી શકે તેમ છે, આ ભેજના કારણે અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે. આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે.
બીજી બાજુ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસમાં ગુજરાતમના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આવતી કાલથી 23 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આ પાંચ દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 63 વરસાદ વરસી ચુક્યો છે.
Tag: Gujarat Weather News Today
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








