નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં પ્રેમ પ્રકરણની (Love Affair) કરૂણાંતિકા સામે આવી છે. અમદાવાદના એક યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવીને આપઘાત (Youth Suicide in Canal) કરી લીધો છે. જોકે યુવકે આપધાત કરતાં પહેલા એક વીડિયો (Video) બનાવ્યો હતો. જેમાં તે પ્રેમિકાના પરિવારોના નામજોગ આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે વીડિયો સામે આવ્યા બાદ પોલીસે (Ahmedabad Police) પ્રેમિકાના પરિવારના ચાર લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના વાડજ વિસ્તારમાં રામાપીર ટેકરા પાસે રહેતો પ્રકાશ થોડા દિવસ અગાઉ રીક્ષા લઈને અડાલજ કેનાલ પાસે ગયો હતો. જ્યાં પ્રકાશે તેની રીક્ષા પાર્ક કરીને કેનાલમાં મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પ્રકાશ ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે પ્રકાશને શોધતાં-શોધતાં પરિવાર અડાલજ કેનાલ પાસે પહોંચ્યો હતો . ત્યારે તેમને પ્રકાશની રીક્ષા મળી આવી હતી, જેમાં તેનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો.
આ સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા કલાકોની ભારે જહેમત બાદ પ્રકાશનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો. જ્યારે પરિવારે પ્રકાશનો ફોન ચાર્જ કરીને તેમાં તપાસ કરતાં આપઘાત પહેલાનો એક વીડિયો મળી આવ્યો હતો. આ વીડિયોમાં પ્રકાશ જે યુવતીને પ્રેમ કરતો હતો તેનું નામ જણાવીને કહીં રહ્યો હતો કે, “હું યુવતીને પ્રેમ કરતો હતો પરંતું તેના પરિવાર દ્વારા મને સતત ધમકાવવામાં આવતો હતો. યુવતી સાથે મારી વાત પણ કરવા દેતા ન હતા. જેથી હું ડિપ્રેશનમાં રહેતો હતો. યુવતીના પરિવારજનોના કારણે હું આત્મહત્યા કરું છું અને આ લોકોને ફાંસી નહીં તો ઉંમર કેદની સજા થવી જોઈએ. ગુજરાત પોલીસને મારી એટલી જ અપીલ છે”. પોલીસે વીડિયોના આધારે પ્રકાશના આપઘાત પાછળ યુવતીના પરિવારના લીલાબેન પરમાર, મનસુખ પરમાર, મધુબેન પરમાર અને ભારતીબેન પરમાર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








