Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadબપોરે ઘરનો ડોર બેલ વાગે તો ચેતજો! અમદાવાદની મહિલાને મારમારી લૂંટી લેવાઈ

બપોરે ઘરનો ડોર બેલ વાગે તો ચેતજો! અમદાવાદની મહિલાને મારમારી લૂંટી લેવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: જો કોઈ અજાણ્યું વ્યક્તિ તમારા ઘરનો ડોર બેલ વગાડે તો દરવાજો ખોલતા પહેલા ચેતજો કારણ કે અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં જે પ્રકારનો બનાવ સામે આવ્યો છે, તે જોતા તમે દરવાજો ખોલવાની હિંમત નહીં કરો. મણિનગરમાં બપોરના સમયે એક લૂંટારૂએ ઘરમાં ઘુસી મહિલાએ પહેરલી ચેઈનની લૂંટી મહિલાને માર મારી ફરાર થઈ ગયાનો મામલો પોલીસ સ્ટેશન (Ahmedabad Police) સુધી પહોંચ્યો છે.

હાલ ઉનાળાની શરૂઆત થતા બપોરના સમયે સોસાયટીઓમાં સન્નાટો છવાયેલો રહે છે. ત્યારે બપોરના સમયે લોકોની અવર-જવર ઓછી થતા લૂંટરૂ હવે દિવસે પણ લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં અનુભુતી બંગ્લોઝ સુંદરવનમાં રહેતા વિશાખાબહેન બપોરના સમયે ઘરે એકલા હતા તે દરમિયાન ઘરનો બેલ વાગ્યો હતો. જોકે મહિલાએ દરવાજો ખોલીને જોતા બહાર કોઈ જોવા મળ્યું ન હતું. થોડી ક્ષણ બાદ ફરીથી ઘરનો બેલ વાગ્તા મહિલાએ દરવાજો ખોલતા એક અજાણ્યો વ્યક્તિ દરવાજાની બહાર ઊભો હતો.

- Advertisement -

આ અજાણ્યા વ્યક્તિએ મહિલાએ પહેલી સોનાની ચેઈન પર હાથ નાખતા જ મહિલાએ પ્રતિકાર કર્યો હતો. પરંતુ અજાણ્યા વ્યક્તિએ મહિલાનો હાથ મચકોડીને નાક પર મુક્કાઓ મારી સોનાની ચેઈન અને પેડલની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. મહિલાએ લૂંટ અંગેની જાણકારી પતિ અને પાડોશીને કરતા મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. લૂંટારૂએ મહિલાનો હાથ ફ્રેકચર કરી દીધો હોવાની માહિતી હાલ સામે આવી છે. સમગ્ર બનાવ અંગે મહિલાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટરૂ શોધવા માટે તપાસ શરૂ કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular