નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે, અગાઉ નવજીવન ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ અમદાવાદમાં વરસાદની શરૂઆત થાય એટલે અમદાવાદ ઈટલી બની જાય છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Video Viral)થયો છે. જેના પરથી એવું લાગે છે કે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) અમદાવાદમાં નવી એડવેન્ચર રાઈડની શરૂઆત કરી છે.
વાયરલ થયેલો વીડિયો શુક્રવારનો છે અને અમદાવાદનાં જમાલપુર વિસ્તારનો વીડિયો હોવાનું કહેવામા આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ચાલીને જઈ રહી છે અને રસ્તામાં પાણી ભરાયું હતું. તેવામાં અચાનક જ આ વ્યક્તિ ચાલતા ચાલતા પાણીમાં ગરકાવ થઈ જાય છે. જો કે સદનસીબે આસપાસ રહેલા લોકોએ વ્યક્તિને બહાર કાઢી લીધો હતો અને વ્યક્તિને કોઈ ઇજા પહોંચી ન હતી.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પાણી ભરાયેલા રસ્તામાં ખાડો હોવાને કારણે આ વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આમ એક તરફ રસ્તા પર પાણી ભરાય છે અને બીજી તરફ રસ્તાઓ પર મોટા-મોટા ખાડા પડ્યા છે. જેના કારણે કોઈ અજાણી જગ્યાએ કોઈ વ્યક્તિ જાય તો પાણીના કારણે તેને ખાડો દેખાય નહીં અને આવી રીતે AMCની નવી એડવેન્ચર રાઈડનો તે લાભ લઈ શકે છે, તે પણ વિના મૂલ્યે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796