Sunday, November 2, 2025
HomeGujaratAhmedabadવ્યાજખોરોના ત્રાસથી શિક્ષકનો આપધાત, પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ

વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકનો આપધાત, પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો સ્યુસાઇડ નોટમાં આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતના લોકોને વ્યાજખોરોના વિશચક્રમાંથી મુક્ત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) મુહીમ શરૂ કરી હતી. જેના કારણે પોલીસ દ્વારા લોકદરબાર (Lok Darbar) યોજીને વ્યાજખોરોથી પીડિત લોકોની વ્યથા સાંભળીને વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતું અમદાવાદમાં (Ahmedabad) વ્યાજખોરોના (usury) ત્રાસથી પીડિતની પોલીસે (Police) ફરિયાદ ન લેતા આખરે તેણે ગળેફાંસો ખાઈ લીધો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. એક તરફ ગૃહમંત્રી વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાના આદેશ આપી રહ્યા છે અને બીજી બાજુ વ્યાજખોરોનો ભોગ બનારા લોકોની ફરિયાદ લેવામાં આવી રહી નથી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ઓઢવમાં રહેતા 27 વર્ષીય સુબ્રોતો પાલે શિક્ષક છે. સુબ્રોતોના મોટાભાઈ શુભાંકર પાલે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ પાસેથી રૂપિયા 5.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે રૂપિયા 14 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું. તેમ છતાં પણ વ્યાજખોર ત્રીપુટી દ્વારા વ્યાજની રકમ માટે પરેશાન કરવામાં આવતા હતા. ઉપરાંત તેના ભાઈને ઘરની બહાર બોલાવીને માર મારતા હતા અને ઈન્દોર લઈ જઈને મારવાની ધમકી આપતા હતા.

- Advertisement -

વ્યાજખોરાના ત્રાસથી શુભાંકર પાલે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેમને સમયસર હોસ્પિટલ લઈ જવામાં આવતા જીવ બચી ગયો હતો. પરિવારનો આક્ષેપ છે કે, શુભાંકરએ આત્મહત્યાના પ્રયાસ બાદ પોલીસ 2-3 દિવસ સુધી ફરિયાદ લેવા માટે આવી ન હોતી, જ્યારે આવી ત્યારે માત્ર કાગળ પર લખાણ લખીને જતી રહી હતી. ત્યારે આજે વ્યાજખોર અને પોલીસની કાર્યવાહીથી થાકેલા શિક્ષક સુબ્રોતો પાલે પણ પંખા પર લટકીને જીવન ટૂંકાવી દીધું હતું. શિક્ષકે આત્મહત્યા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, મારી આત્મહત્યા માટે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા અને અમરસિંહ ચૌહાણ અને પોલીસ ફરિયાદ જલ્દી લખી નથી રહી. જેનાથી હુ બહું ડિપ્રશ થઈ ગયો, એટલા માટે આજે મે નિર્ણય લીધો કે હું પોતાને ખતમ કરી લઉં, કદાચ મારા મર્યા પછી મારા પરિવારને ન્યાય મળશે. જ્યારે આ મામલે પોલીસને કહેવું છે કે, વ્યાજખોરો સામે પુરતા પુરાવા ન હોવાના કારણે તેમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ન હતા કરી શક્યા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular