Sunday, November 2, 2025
HomeGeneralDifference of opinionને કારણે સુરતમાં એક પણ બોમ્બ ના ફાટ્યો

Difference of opinionને કારણે સુરતમાં એક પણ બોમ્બ ના ફાટ્યો

- Advertisement -

નિકુંજ પટેલ (નવજીવન ન્યૂઝ.સુરત): અમદાવાદના 26 જુલાઇ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સહિત દેશમાં વિવિધ ઠેકાણે થયેલા બ્લાસ્ટમાં ઇન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ)ના સાદીક શેખ અને રિયાઝ ભટકલની મહત્વની ભૂમિકા હતી. રિયાઝ આઇએમ ની સાઉથની પાંખનો વડો હતો જ્યારે સાદીક ઉત્તર પ્રદેશની ટીમનો લીડર હતો. 2002થી સક્રિય સાદીક ઇન્ડિયન મુજાહિદ્દીન જૂથમાં cold blooded અને સિનિયર મોસ્ટ ગણાતો હતો. તેની સામે રિયાઝ ભટકલની તુલના નવા નિશાળિયા તરીકે થતી હતી.



ગુજરાતમાં સિરિયલ બ્લાસ્ટના કાવતરા દરમિયાન ભટકલે જ બોમ્બ બનાવવાની સામગ્રી મંગાવી હતી. પરંતુ કેવા પ્રકારના બોમ્બ બનાવવા તે બાબતે સાદિક અને રિયાઝ ના મત અલગ-અલગ હતા. જેમાં ઉશ્કેરાયેલા સાદીક અને તેના ગ્રુપે અમદાવાદમાં એમને અમારી રીતે કામ કરવા દો અને સુરતમાં તમારે તમારી રીતે કામ કરવું હોય તો કરો એમ રિયાઝને સંભળાવી દીધું હતું.

આમ difference of opinion ને કારણે સાદિકે અમદાવાદમાં ઉપયોગ કરાયેલા બોમ્બમાં એનાલોગ સ્વીચ લગાવી હતી. એનાલોગ કલોકમાં 12 કલાક સુધીનો સમય સેટ કરી શકાતો હતો. ઘટના બાદ ભાગવાનો પૂરતો સમય મળી રહે તે માટે સાદિકે આમ કર્યું હતું . જ્યારે રિયાઝ ભટકલે સુરતમાં બ્લાસ્ટ કરવા ઇલેક્ટ્રોનિક્સ લગાવી હતી. જેમાં ૧૨ કલાકથી વધુનો સમય સેટ કરી શકાતો હતો.

- Advertisement -

રિયાઝના અનાડી માણસો વાયર લગાવવામાં થાપ ખાઈ ગયા

રિયાઝને જ્યારે બોમ્બ આપવામાં આવ્યા ત્યારે બોમ્બ બનાવનારાએ પીળા અને લીલા વાયર્સ યોગ્ય ઠેકાણે લગાવવા ની સમજ આપી હતી. પરંતુ રિયાઝ કંપનીના કેટલાક અનાડી શખ્સો તમામ બોમ્બમાં વાયર્સ લગાવવામાં થાપ ખાઈ ગયા હતા અને વાયર્સ આડાઅવળા જોડી દીધા હતા. આમ વાયરીંગ ની ભૂલને કારણે સુરતમાં એક પણ બોમ્બ ફાટ્યો ન હતો. ઇલેક્ટ્રોનિક સ્વીચ વાળા આ બોમ્બ અત્યંત પાવરફુલ હતા અને જો ફાટ્યા હોત તો મોટી જાનહાની થાત. પરંતુ રિયાઝ ભટકલના શક્તિશાળી બોમ્બ નો ઉપયોગ કરી પોતાના આકાઓને ખુશ રાખવાના ચક્કરમાં બોમ્બ નિષ્ક્રિય થઈ ગયા હતા, એમ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular