નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં આવેલા સાયન્સ સિટીમાં ચાર દિવસ માટે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સની શરૂઆત થઈ છે. આ દિવસે 658 બાળ વૈજ્ઞાનીકો પોતાના સંશોધનો વર્ચ્યૂઅલ માધ્યમથી રજુ કરશે. સાયન્સ સિટીમાં મુલાકાતીઓ માટે એક ખુશખબર સામે આવી છે જેમાં ટિકીટ દરોમાં ઘટાડો કરાયો છે. 499માં તમામ રાઈડ અને થિયેટર સહિતના આકર્ષણ માણી શકાશે.
ઉલ્લેખનીય છે કે આ ભાવ ઘટાડા પહેલાના દરો પ્રમાણે રોબોટિક ગેલેરી, એક્વાટિક ગેલેરી, ફાઈવ ડી થિએટર સહિત માણવા માટે રૂપિયા 900થી વધુ ખર્ચ થઈ જતો હતો જોકે હવે ભાવ ઘટવા સાથે કોમ્બો ઓફર પણ રાખવામાં આવી છે. કોમ્બો ઓફર એવી છે કે જેમાં સાયન્સ સિટીના મોટાભાગના આક્રષણો તેમાં સમાવાયા છે. કોમ્બો ઓફર શરૂ કરવામાં આવી છે, 499માં રોબોટિક અને એક્વાટિક ગેલેરી તથા અન્ય આકર્ષણોને માણી શકાશે. મંગળવારથી શુક્રવાર સુધી આ ઓફર રહેશે પરંતુ શનિવાર અને રવિવારે આ ટિકીટ 699ની રહેશે. અગાઉ અલગ અલગ આકર્ષણોના અલગ અલગ ભાવ હતા. જેને કારણે અમુક આકર્ષણો જોવાનું લોકો ટાળતા અને ટિકીટનો ખર્ચ પણ તેમાં વધુ થઈ જતો હતો. તંત્રનું માનવું છે કે નવા ભાવો પ્રમાણે લોકોને હવે સસ્તુ પડશે જેને કારણે પછીથી લોકો મોટી સંખ્યામાં અહીં મુલાકાત લેવા આવશે.
આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 29મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતને યજમાન બનાવવા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું. વર્ચ્યુઅલી દેશભરમાંથી 658 વિદ્યાર્થી અને 18 ગલ્ફ કન્ટ્રીમાંથી ભાગ લીધો છે. અગાઉ દસ હજાર વિદ્યાર્થીએ ભાગ લીધો તેમાંથી 23ની પસંદગી થઇ છે.

જોકે હાલ સરકાર દ્વારા અહીં મુલાકાતીઓ માટે કેટલાક નિયમો લાગુ કર્યા છે જેમાં તેમણે 18 વર્ષથી વધુની ઉંમરના મુલાકાતીઓને વેક્સીનના બંને ડોઝ હોવા ફરજિયાત કર્યા છે. 15થી 18 વર્ષના કિશોરો માટે એક ડોઝ ઓછામાં ઓછો લગાવેલો હોવો જોઈએ અને ટિકીટ બુકીંગ ફક્ત ઓનલાઈન કરીને જ પ્રવેશ લેવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આપ જો અહીં મુલાકાત લેવાનું પ્લાન કરી રહ્યા છો તો ધ્યાને લેવા જેવી બાબત એ છે કે મુલાકાતીઓ માટે અહીં સોમવારે બંધ રહે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












