નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ પહોંચાડવા ડ્રગ્સ સ્મગલર્સ સતત પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદમાં પોશ વિસ્તારમાં આવેલા કાફેની આસપાસ ડ્રગ્સનું વેચાણ કરતાં ત્રણ વ્યક્તિઓને 18.96 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.બારડ અને તેમની ટિમને મળેલી બાતમીના આધારે તપાસ કરતાં ગઇકાલે એસ.જી.હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસેના સર્વિસ રોડ પર નિકૂજ બંગલા સામે જાહેર રોડ પરથી મોહમદસોહેલ ઉર્ફે હાજીબાવા મોહમદરહેમાન પઠાણ (રહે. જમાલપુર), મોહમદરાહીલ ઉર્ફે રાહીલબાબા અબ્દુલઅસદ કુરેશી (રહે. રાયખડ), શક્તિસિંહ શૈલેન્દ્ર ચૌહાણ (રહે. સાણંદ) પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણે આરોપી પાસેથી કુલ 18.96 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 1,89,600 સહિત કુલ 9,87,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ત્રણે આરોપી એક ગ્રામ ડ્રગ્સ 1500થી 1700ના ભાવે ખરીદતા હતા અને 2000થી 2500 રૂપિયામાં છૂટક વેચતા હતા. પકડાયેલા ત્રણે ડ્રગ પેડલરો મોટા ભાગે સિંધુભવન રોડ તથા તેની આસપાસ આવેલા બાપનો બગીચો અને માહોલ કાફે પર સાંજના સમયથી મોડી રાત સુધી વેચાણ કરતાં હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.