Wednesday, December 17, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદ પોલીસે ઇસ્કોન બ્રિજ અકસ્માતનું કર્યું રિકન્ટ્રક્શન, મોડી રાત્રે જેગુઆર કાર સાથે...

અમદાવાદ પોલીસે ઇસ્કોન બ્રિજ અકસ્માતનું કર્યું રિકન્ટ્રક્શન, મોડી રાત્રે જેગુઆર કાર સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માતને (Ahmedabad ISKCON bridge accident) લઈ અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બધુવારે મોડીરાત્રે 1 વાગ્યા આસપાસ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર દ્વારા જેવી રીત અકસ્માત (Jaguar car accident) સર્જવામાં આવ્યો હતો. તેવી જ રીતે પોલીસ દ્વારા ગઈકાલે મોડીરાત્રે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેવી રીતે સર્જાયો હતો, તે અકસ્માતની (Road Accident) ઘટનાનું રિકન્ટ્રકશન (reconstruction) કરવામાં આવ્યું હતું. જેમાં ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસમાં કરી રહેલા DCP, ACP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અકસ્માતના કેસની એક-એક કડી મેળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારની મોડીરાત્રે અકસ્માત જે સમયગાળા દરમિયાન સર્જાયો હતો. તે જ સમયે પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા ઇસ્કોન બ્રિજ પર વાહનવ્યહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ પહેલા જેવી રીતે થાર કારનો અકસ્માત થયો હતો તેવી અવસ્થામાં ઉભી રાખી હતી અને 15 થી 20 મિનિટ બાદ 100થી 120 પૂરઝડપે જેગુઆર કાર દોડાવી તે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ FSLની ટીમ દ્વારા કારની ગતિ ઈસ્કોન બ્રિજ સ્ટ્રીટ લાઈટની પરિસ્થિત, કારની સ્પીડ લોકોની સંખ્યા એ તમામ બાબતોની નોંધ કરી હતી. ત્યાર બાદ અકસ્માત સર્જાયા બાદ મૃતદેહ કેટલા મીટર દૂર ફંગોળાયા હતા, તે તમામ પાસાઓની ઝીણવટ તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -

ઘટનાના રિકન્ટ્રકશન સમયે સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશન કર્મચારી અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સમ્રગ રિકન્ટ્રક્શન પ્રક્રિયા 12:30 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં અકસ્માતની તપાસ કરી રહેલા પશ્રિમના DCP નીતા દેસાઈ, ACP એસ. જે. મોદી અને PI વી. બી. દેસાઈ સહિત અધિકારીઓએ તલસ્પર્શી તપાસ હાથધરી હતી. તેમજ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને પણ ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા 8 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરવા પોલીસને વિભાગને આદેશ આપ્યા છે. તેના જ ભાગેરૂપે પોલીસ વિભાગ દ્વારા દિવસ રાત એક કરી પૂરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોપી તથ્ય પટેલ પણ તપાસમાં સહકાર ન આપતો હોવાથી પૂછપરછમાં ઘણો વિલંબ થઈ રહ્યો છે.

ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતના પગલે અમદાવાદ પોલીસ પણ હરકતમાં આવી છે. તેમજ રાત્રિ દરમિયાન એસ જી હાઈવે છાકટા બની બેફામ કાર હંકારતા નબીરાઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ અમદાવાદના કર્ણાવતી કલબ, બોડક દેવ તેમજ એસ. જી. હાઈવે માર્ગ પર નાકાબંધી કરી વાહન ચેંકિગની પ્રક્રિયા કરવામાં આવી હતી. ઈસ્કોન બ્રિજ અકસ્માતના પડઘા સમ્રગ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. તેના પગલે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં જે અકસ્માત માટે જાણીતા સ્થળો છે, તેવા સ્થળોની ઓળખ કરી રાત્રિ દરમિયાન વાહન ચેંકિગની પ્રક્રિયા હાથધરવામાં આવી હતી.

ગઈકાલે પોલીસે ચેંકિગ દરમિયાન કારચાલકોની પૂછપરછ કરી ગાડીના ડોક્યુમેન્ટ સહિતની ખરાઈ કરવામાં આવી હતી. તેમજ કારમાં લાગેલી બ્લેકફિલ્મ સ્થળ પર જ ઉતારવામાં આવી હતી. જોકે અહિયાં સવાલ એ ઉભા થાય છે કે, એકતરફ સત્તાધીશો સ્માર્ટસિટી અમદાવાની મોટી મોટી ગુલબંગો પોકારતા હોય છે. બીજી તરફ આજ સ્માર્ટસિટીમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળે છે. પોલીસ વિભાગ દ્વારા અકસ્માત રોકવા સ્પીડ ગન અને હાઈટેક કેમેરા સુસજ્જ હોવાના દાવા કરવામાં આવતા હોય છે. પણ સ્પીડ ગન અને હાઈવે પર લાગેલા CCTV કેમેરા આ કાર અક્સ્માત બાદ શોભાના ગાંઠિયા સમાન બન્યા હતા. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 84 બ્રિજ પર CCTV લગાવાની જાહેરાત કરવામાં આવી છે. પણ જોવું એ રહ્યું કે અમદાવાદીઓને પ્રાથમિક રોડ રસ્તાની સુવિધામાં નિષ્ફળ ગયેલું તંત્ર CCTV બાબતે કેટલો સક્રિય જોવા મળશે.

- Advertisement -

Tag: Ahmedabad News, Ahmedabad Accident News Update Today

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular