Thursday, October 22, 2026
HomeGeneralBreaking: સોસાયટીના કમિટી મેમ્બરે ટોઇલેટને બનાવ્યું દારૂનું ગોડાઉન : PCB ત્રાટકી

Breaking: સોસાયટીના કમિટી મેમ્બરે ટોઇલેટને બનાવ્યું દારૂનું ગોડાઉન : PCB ત્રાટકી

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ વડોદરા એક્સ્પ્રેસ પાસે આવેલી તુલસી પાર્ક સોસોયટીમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે એવી માહિતી PCBના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને મળતા તેમણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. ચારણને દરોડો પાડવાની સૂચના આપતા આપી લાખો રૂપિયા કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સંદર્ભમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.



ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની બાતમીના આધારે PSI ચારણ તુલસી પાર્ક સોસાયટીમાં પહોંચ્યા ત્યારે જાણકારી મળી હતી કે, તુલસી પાર્કમાં જ રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ટીનો સોસાયટીનો કમિટી મેમ્બર છે, જેના કારણે સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા ટોઇલેટની ચાવી ટીના પાસે રહેતી હતી. ટીનો રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવી અમદાવાદમાં વિવિધ સ્થળે સપ્લાઈ કરતો હતો. પોલીસે તાળું ખોવાળી તપાસ કરતાં દારૂનું જથ્થો મળી આવ્યો હતો. રાજસ્થાનથી આવેલા વિદેશી દારૂની 268 પેટીઓ સોસાયટીના કોમન પ્લોટના ટોઇલેટમાં છુપાવ્યો હતો.

આ મામલે આરોપી ભુપેન્દ્ર મહેતા, મધુસુદન ઉર્ફે મહિયો, પિન્ટુ રાઠોડની ધરપકડ કરીને રામોલ પોલીસને સોંપયા છે. પોલીસે દારૂની હેરફેરી માટે વપરાતી વોક્સ્વેગન કાર પણ મળી આવી હતી.

- Advertisement -



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular