Thursday, October 2, 2025
HomeGeneralમણિનગર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલે ખાખી લજવી, ઘરમાં દારુ છે કહી કર્યો...

મણિનગર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલે ખાખી લજવી, ઘરમાં દારુ છે કહી કર્યો લાખોનો તોડ, વેપારીએ કમિશનરને રજૂઆત કરતા સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં પોલીસ ખાખીને કંલક લગાડતી ઘટના પ્રકાશિતમાં આવી છે. કથિક તોડકાંડ મામલે મણિનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓએ ઘરમાં દારુ હોવાનું કહીને 10 લાખની માગણી કરી હતી. મણિનગરના પોલીસકર્મીઓની ભારે ચર્ચા થતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.



શહેરમાં પોલીસ પોતાની ફરજ સાથે માનવતા ભર્યા કાર્યો કરી ખાખીની શાન વધારતા હોય છે, પરંતુ બીજી બાજુ કેટલાક પોલીસકર્મીના કારણે ખાખી બદનામ થતી હોય છે. મણિનગરમાં પોલીસ સ્ટેશનના કર્મીના કથિત તોડકાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ બાદ હવે બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓએ વેપારીના ઘરમાં દારુ હોવાનું કહીને ઘૂસી ગયા હતા. ત્યાર બાદ ઘરમાં દારૂ હોવાનું કહી પૈસાની માગ કરી હતી. વેપારીના આપેક્ષ પ્રમાણે પોલીસકર્મીઓએ સીસીટીવીનું ડીવીઆર કાઢીને ચેડા પણ કર્યા હતા.

પોલીસકર્મીઓએ ઘર તપાસ કરતા દારૂ મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસ કામગીરીમાં અડચણના બહાને વેપારીની અટકાયત કરી હતી. ઉપરાંત વેપારીના બે પુત્રઓને મારમારીને ખોટુ કાવતરુ રચીને તેમના પત્નીને પણ જેલમાં પુરવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસકર્મીએ પહેલા વેપારી પાસે 10 લાખની માગ કરી હતી. અંતે 4.50 લાખનો તોડ કર્યો હતો. ગુંડાગીરી કરી પૈસા ખંખેરતા પોલીસ કોન્સટેબલ અંગે વેપારીએ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીએ તપાસ કરતા પિયુષ અને કુલદીપ નામના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -






Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular