નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ Ahmedabad Crime News: રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે બુટલેગર (Bootlegger) દ્વારા અવનવી તરકીબ અપનાવીને રાજ્યમાં દારૂ ઘુસાડવાનો (Liquor smuggling in Gujarat) પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે દવાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે (Ahmedabad Police) દારૂ ઘુસાડવાના ખેલમાં ભંગ પાડ્યો હતો. અસલાલી પોલીસે દારૂના (Alcohol) મોટા જથ્થા સાથે આઠ આરોપીને દબોચ્યા છે. દવાની આડમાં દારૂનો મોટો જથ્થો હોવાના કારણે બે ટ્રકમાં દારૂ લાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ગ્રામ્ય પોલીસે દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.એચ.ઘાસુરાને માહિતી મળી હતી કે, દવાની આડમાં ઉત્તરાખંડ પાર્સિંગનો ટ્રક પંજાબ તરફથી ભરીને અસલાલી થઈને ખેડા જવાનો છે. માહિતીના આધારે અસલાલી પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી. માહિતી મુજબનો ટ્રક હાઈવે પર પસાર થતાં જોવા મળતા તેનો પીછો કર્યો હતો. પરંતું પછીથી ટ્રક રસ્તા પર જોવા મળ્યો ન હતો. જેથી પોલીસની બીજી ટીમ બોલાવીને અસલાલી અને બારેજામાં ટ્રક શોધવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
જોકે આ ટ્રક ખેડાના રેડ ચીલી હોટલની પાછળ આવેલા ખેતરમાં હોવાની માહિતી મળતા પોલીસે વાહનો મુકીને ચાલતા ખેતરોમાં જઈને ટ્રકને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ ટ્રક પાસેથી ડ્રાઈવર વિજય રાજપુત, ક્લિનર ફુરકા અલી અને દારૂનો જથ્થો લેવા આવનારો જયકુમાર ત્રિવેદીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી કુલ 203 પેટી ઝડપી કુલ રૂપિયા 40,06,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, દારૂનો જથ્થો પંજાબના નમનસીંગ જાટ પાસેથી મંગાવ્યો હતો. આ ટ્રક ખાલી થવા બાદ બીજો એક દારૂ ભરેલો ટ્રક આવવાનો છે.
દારૂ ભરેલા બીજા ટ્રકની માહિતી મળતાં પોલીસ બીજા ટ્રકને ઝડપી પાડવા માટે વોચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન અસલાલી સર્કલ નજીક પાર્કિંગમાં પડેલો બીજો ટ્રક પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમાંથી સુનીલ રાજપુત અને શુભમ પંડિતને ઝડપી પાડીને ટ્રકમાંથી દવાના બોક્સ અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી દારૂની 275 પેટી જેની કિંમત 21,49,200, દવાના બોક્સ સહિત કુલ 41,56,180 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ અસલાલી પોલીસે અંદાજીત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 8 આરોપીઓને દબોચ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








