Sunday, November 2, 2025
HomeGujaratઅમદાવાદઃ છેડતીનો ભોગ બનેલી નેશનલ શૂટરે કરી લીધી આત્મહત્યા

અમદાવાદઃ છેડતીનો ભોગ બનેલી નેશનલ શૂટરે કરી લીધી આત્મહત્યા

- Advertisement -

નવજીવન અમદાવાદ : અમદાવાદમાં શૂટિંગ દરમિયાન છેડતીનો ભોગ બનેલી કોનિકા લાયકે આપઘાત કરી લીધો છે. 26 વર્ષીય કોનિકા કોલકત્તામાં રહી કેમ્પમાં શૂટિંગ ટ્રેનિંગ કરતી હતી જોકે ટ્રેનિંગ અર્થે તેને ગુજરાતના અમદાવાદમાં આવવાનું થયું હતું. તે વખતે તેની સાથે છેડતીનો બનાવ બન્યો હતો. જે પછી આજે તેની આત્મહત્યાની વિગતો સામે આવતા રમત જગતમાં સહુ સ્તબ્ધ થઈ ગયા છે. તેની આત્મહત્યાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કોચની પણ પુછપરછ શરૂ કરી છે.



નેશનલ શૂટર કોનિકા છેલ્લા એક વર્ષથી કોલકત્તાના નોર્થ પરા ખાતે જયદીપ પ્રમાકરના કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહી હતી. ટ્રેનિંગના અર્થે તેને ગુજરાતમાં આવવાનું થયું જ્યાં અમદાવાદમાં શૂટિંગ દરમિયાન તેની સાથે છેડતીની ઘટના બની હોવાની વિગતો સામે આવી હતી. જોકે તે પછી સતત ચર્ચામાં રહેલી કોનિકા લાયકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. કોનિકાની લાશ કોલકત્તાના લેડીઝ ગેસ્ટ હાઉસના રૂમમાં ફાંસો લગાવેલી હાલતમાં મળ્યો છે.

રાષ્ટ્રીય શૂટર કોનિકા આજે સવારે કોલકત્તામાં ફાંસો લગાવેલી હાલતમાં મળી આવી હતી. અહીં આપને એ પણ જણાવીએ કે, આગામી વર્ષે ફેબ્રુઆરીમાં કોનિકાના લગ્ન થવાના હતા પરંતુ હવે નવા વર્ષના આવતા પહેલા જ તેણે આ દુનિયા છોડી દીધી છે. કોનિકાએ ઝારખંડમાં રાજ્ય સ્તર પર ચાર ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીતી હતી. તે દસ મીટર એર રાઈફલ કેટેગરીમાં સ્ટેટ ચેમ્પિયન હતી. કોનીકાના સપના ઓલિંપિક સુધી જવાના હતા પરંતુ તે પહેલા જ તેની આગળ વધી રહેલી શૂટિંગ કેરિયર પર બ્રેક વાગી ગઈ છે, કારણ હવે તે જીવીત નથી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે કોનિકાને તમે એવી રીતે પણ ઓળખો છો કે તેની આર્થીક સ્થિતિ સક્ષમ ન હોવાને કારણે તે મિત્રો પાસેથી રાઈફલ ઉધાર લઈ ટુર્નામેન્ટ રમવા જતી હતી. દરમિયાન કોનિકાએ સોનુ સુદને મેસેજ કરતાં સોનુએ તેને અઢી લાખની જર્મન રાઈફલ મોકલી હતી અને તેની સાથે વીડિયો કોલ પર વાત પણ કરી હતી.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular