નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં પરીક્ષા અને કૌભાંડ જાણે પર્યાય બની ગયા તેમ એક બાદ એક પરિક્ષાના કૌભાંડો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) નર્સિંગ વિભાગની પરીક્ષામાં ઉત્તરવહી ગાયબ થવાનું કૌભાંડ (Scam) સામે આવ્યું હતું. આ ઘટનાને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતી નિરજા ગુપ્તાએ (VC Neerja Gupta) યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને યુનિવર્સિટી પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી. ત્યારે હવે આ કૌભાંડ સાથે ABVPની સંડોવણી હોવાની વાત સામે આવી છે. ABVPનો સની ચૌધરી નર્સિંગના વિદ્યાર્થીઓએ પાસેથી પૈસા લઈને પેપરમાં જવાબ લખવતો હતો તેવી વાત હાલ સામે આવી છે.

થોડા દિવસ અગાઉ NSUIને જાણકારી મળી હતી કે, બોટની વિભાગમાં રખેવા નર્સિંગ સેમ 4ની પરિક્ષાની ઉત્તરવહીઓ રાત્રિના સમયે કાઢવામાં આવે છે અને સવારના સમયે ફરીથી જમા કરવી દેવામાં આવે છે. આ જનકારીના આધારે NSUI દ્વારા વોચ ગોથ્વ્વમાં આવી અને ગાયબ થયેલી ઉત્તરવહીઓને ફરી જમા થવા દીધી ન હતી. બાદમાં આ મામલે NSUI અને કોંગ્રેસનાં નેતાઓ દ્વારા કુલપતિને ફરિયાદ કરવામાં આવતા કુલપતિએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સની ચૌધરી નામના એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે, આ સની ચૌધરી ABVP સાથે સંકકળાયેલો છે સાથે જ ભાજપ અને RSS સાથે પણ સંકળાયેલો હોવાનું તેની ફેસબુક પ્રોફાઇલમાં લખેલું છે.

યુનિવર્સિટીમાંથી ઉત્તરવહી કાંડ સામે આવતા આ મામલે પોલીસે યુનિવર્સિટીના બોટની વિભાગના સિક્યોરીટી અને પ્રોફેસર સહિતના જવાબદાર લોકોના નિવેદનનો નોંધ્યા હતા. તેમજ શંકાસ્પદ કર્મચારીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલઈ કાઢી FSLમાં મોકલવામાં આવી છે. તેમજ જે વિદ્યાર્થોની ઉત્તરવહીઓ ગાયબ છે, તે વિદ્યાર્થીઓના પણ નિવેદન પોલીસ દ્વારા લેવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પાસ થવા સની ચૌધરી નામના એજન્ટનો સંપર્ક કર્યો હોવાનો ચર્ચાઈ રહ્યું છે. સની ચૌધરીએ ઉત્તરવહી કાંડમાં પૈસા લઈ પાસ કરાવવાની લાલચ આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને 50 હજાર રૂપિયામાં ઉત્તરવહી આપી હોવાનું સામે આવ્યું છે.
સની ચૌધરી જે વિદ્યાર્થીઓ નાપાસ થવાના હોય અથવા તો ભણવામાં નબળા હોય તેવા અલગ-અલગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંપર્ક કરી પાસ કરાવી આપવાની લાલચ આપતો હતો. તેમજ નિર્સિગની પરીક્ષામાં પણ સની ચૌધરીએ ઉત્તરવહીનું સેટિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું છે. જેમાં બોટની વિભાગમાંથી 28 જેટલી ઉત્તરવહી કાઢી બીજી સાચા જવાબ લખેલી ઉત્તરવહીઓ જમા કરાવી હતી. જેમાં વિદ્યાર્થી દીઠ 50 હજારના આસપાસ રકમ લીધી હોવાનું સામે આવ્યું છે. સની ચૌધરીએ પ્લાનિંગ મુજબ સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને ઉત્તરવહી પર નિશાની છોડવા માટે જણાવ્યું હતું. સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓએ નિશાની કરતા બોટની વિભાગમાં તેમની ઉત્તરવહી અલગ કરવામાં આવી હતી. હોશિયાર વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાંથી બીજા અન્ય વિદ્યાર્થી લખી શકે તે માટે 28 જેટલી ઉત્તરવહી કાઢી લેવામાં આવી હતી.
સની ચૌધરી ABVP કાર્યકર હોવાનું સામે આવતા ABVPના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સાથે આવેદન આપી રજૂઆત કરી હતી કે, સની ચૌધરી નામનો કોઈ વ્યક્તિ તેમની સાથે જોડાયેલો નથી. તેની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે. તેમજ ABVPને બદનામ કરવા માટે કેટલાક લોકો દ્વારા ખોટી રીતે આ વાત ઉપજાવી કાઢવામાં આવી છે. ત્યારે બીજી તરફ સની ચૌધરી પોતાની સોશિયલ મિડિયા પ્રોફાઈલ પર ABVP સાથે જોડાયેલા હોવાનો દાવો કરી રહ્યો છે. જેમાં તેણે ભાજપના અલગ અલગ હોદ્દાઓ પર હોવાનો ફેસબુક પ્રોફાઈલમાં ઉલ્લેખ કર્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








