Thursday, October 2, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ હથિયાર લઈ લોકો પર રોફ જમાવતો વ્યક્તિ કેમેરામાં કેદ થયો

અમદાવાદઃ હથિયાર લઈ લોકો પર રોફ જમાવતો વ્યક્તિ કેમેરામાં કેદ થયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News : અમદાવાદમાં ગઈકાલે ભર ઉનાળે વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાતાવરણમાં પલટો થતાં રવિવારની મજા માળવા માટે લોકોની ઘરની બહાર નીકળી આવ્યા હતા. ત્યારે અમદાવાદના (Ahmedabad) દિલ્લી ચકલા પાસે એક વ્યક્તિ જાહેરમાં કથિત રીતે હાથમાં હથિયાર (Weapon) લઈને રોડ પર લટાર મારતા નજરે પડ્યો હતો. સાથે જ આ વ્યક્તિ લોકોને ગાળો ભાંડીને ધમકાવતો હોવાની વિગતો પણ સામે આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ગઈકાલે વરસાદ મોટી સંખ્યમાં લોકો વરસાદી આનંદ મેળવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે અમદાવાદના દિલ્હી ચકલા રેડિયો હોટલ પાસે એક વ્યક્તિ કથિત રીતે હાથમાં હથિયાર લઈને રોડ પર આવી પહોંચ્યો હતો. હથિયાર સાથે આવેલો વ્યક્તિ પોતે તે વિસ્તારનો ડોન હોય તે રીતે લોકોને હથિયાર વડે ધમકાવીને ગાળો બોલી રોફ જમાવતો હતો. આ વ્યક્તિની કરતુતનો વીડિયો એક જાગૃત નાગરીક દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે. એક વ્યક્તિ હાથમાં હથિયાર લઈને રોડ પરથી પસાર થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોની (Video Viral) નવજીવન ન્યૂઝ (Navajivan News) પુષ્ટી કરતું નથી, પરંતુ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular