નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં વધુ એક જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) ની ટીમે દરોડો પાડ્યો છે. કારંજ પોલીસ સ્ટેશન (Karanj Police Station) વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડો કરીને 20 પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 4 લોકો ફરાર થયા હતા. મુસ્તાક મિયા ઉર્ફે મચ્છર શેખ દ્વારા જુગારનો અડ્ડો ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સ્થાનીક પોલીસ(Ahmedabad Police)ની કાર્યવાહી શંકાના દાયરામાં આવી છે.

અમદાવાદના કારંજ વિગસ્તામાં લાલ દરવાજા પાસે આવેલા ભદ્રકાલી મંદીરની નજીક ચાલતા જુગારના અડ્ડાને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે જુગારના અડ્ડા પરથી 20 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જુગાર અડ્ડા પરથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે 4 લોકો નાસી જવામાં સફળ થયા હતા, ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જુગારધામ છેલ્લા દોઢ મહિથાથી ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
કારંજ વિસ્તારમાં આવેલા જામ સાહેબની ગલીમાં જુગારીઓનો અડ્ડો છેલ્લા ઘણા સમયથી ધમધમતો, અહીંયા વરલી મટકા સહીતનો જુગાર રમાડવામાં આવતો હતો, તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું સ્થાનિકોનું માનવુ છે. કાંરજ પોલીસ સ્ટેશનથી જામ સાહેબની ગલીનું અંતર 350 મીટર છે. જો પોલીસ સ્ટેશનની આટલી નજીક ચાલતી ગેરપ્રવૃતિ અંગે પોલીસને જાણકારી ન હોય તો શહેરમાં થતી અન્ય પ્રવૃતિ અંગે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવતી હશે તેનું અનુમાન લગાવી શકાય છે. સ્ટેટ મોનીટરીંગ સેલની દરોડો કરતાં સ્થાનીક પોલીસ ઉંધતા ઝડપાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે પણ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ રાજ્યના પોલીસ વડાને સમગ્ર બાબતે રીપોર્ટ સોંપવામાં આવશે. જોકે અગાઉ સાબરમતી વિસ્તારમાં ઝડપાયેલા જુગારધામમાં સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે આવતા સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ વખતે ફરી રાજ્યના પોલીસ વડા એક્શન લે તેવી શક્યતા સેવાઈ રહી છે.
Tag SMC Raid on Gambling near Karanj Police Station Ahmedabad
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








