નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ટેક્નોલોજીનો વ્યાપ વધતાં તેના યોગ્ય ઉપયોગની સાથે તેનું નુકશાન પણ વધી રહ્યું છે. ટેકનોલોજીના યુગમાં ઠગ (thug) લોકો ખોટી ઓળખો ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી (Fraud) કરતાં હોય છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. એક યુવાને ટ્રુ કોલર એપ (Truecaller App) પર પોતાની ઓળખ IAS અધિકારીની આપીને નોકરી માટે ભલામણો કરતો હતો. જોકે આ મામલાની જાણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને (Ahmedabad Cyber Crime Cell) થતાં વડોદરાના યુવાનની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ટ્રુ કોલરમાં યુવાને ખોટી IAS અધિકારીની ઓળખ ઊભી કરી હતી. આ ખોટી ઓળખથી તેના સગા સબંધીઓને નોકરી અપાવવા માટે જુદી-જુદી નામાંકિત કંપનીઓનો નંબર ઓનલાઈન સર્ચ કરતો હતો. ત્યારબાદ કંપનીઓનો સંપર્ક કરીને ખોટું નામ આપીને છેતરપિંડી કરતો હતો. જે મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ગત 5 મેના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ટ્રુ કોલરમાં નકલી IAS અધિકારીની ઓળખ ઊભી કરનારો યુવાન વડોદરામાં હોવાની જાણકારી મળતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચને મળી હતી. માહિતીના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે સુધાકર પાંડે નામના યુવાનની ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યું છે કે, પોતાને સારી નોકરી મળી રહે તે માટે નામાંકિત કંપનીઓની માહિતી એકત્રિત કરતો હતો. ત્યારબાદ તેમનો સંપર્ક કરીને સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી તેના સગા સંબંધીઓને રોજગાર આપવા માટે ભલામણ કરતો હતો. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો પોતાને સારી નોકરી મળે તે માટે કંપનીઓમાં ઈન્ટરવ્યુ પણ આપવા માટે ગયો હતો. આ પ્રકારનું પ્લાનિંગ તેણે પોતે જ કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. સાથે ટ્રુ કોલર પર પણ તેણે જ સીનીયર IAS તરીકેની ઓળખ પણ જાતે જ મુકી હતી.
TAG: Fake IAS Officer, Gujarat man posing as IAS officer arrested
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








