Saturday, November 1, 2025
HomeGujaratAhmedabadઅમદાવાદઃ ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ-2, લોખંડી સુરક્ષા સાથે અઢી લાખ ચો.મી જમીન...

અમદાવાદઃ ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ-2, લોખંડી સુરક્ષા સાથે અઢી લાખ ચો.મી જમીન પર બુલડોઝર વાળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) મીની બાંગ્લાદેશ તરીકે જાણીતા થઈ ગયેલા ચંડોળા તળાવ પાસેના દબાણો પર છેલ્લા કેટલાક સમયથી દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. બુલડોઝર એક્શન સાથે અહીંથી ઝડપાયેલા કેટલાક બાંગલાદેશીઓને ઝડપી ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ ચંડોળા તળાવ ડિમોલિશન પાર્ટ 1 દરમિયાનની ટૂંક વિગતો છે. જેમાં એ પણ બાબત સ્પષ્ટ છે કે, ઘણા લોકોની છત છીનવાઈ જતા હાલત દયનીય બની હતી. હવે તંત્ર આવતીકાલે 20મીએથી ફરી અંદાજે અઢી લાખ ચોરસ મીટર જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવશે.

અમદાવાદના ચંડોળા તળાવની વાત આવે ત્યારે લગભગ દરેક વ્યક્તિ અહીં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓનું ચિત્ર મનમાં ઉપસાવી લે પરંતુ અહીં સમગ્ર વિસ્તાર આ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં લિપ્ત હતો તેવું સંપૂર્ણ સત્ય પણ નથી. જોકે આ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર સરકાર દ્વારા હવે વધુ એક વખત બુલડોઝર એક્શન લેવાશે. આવતીકાલે 20મી મેએ ફેઝ 2 શરૂ થઈ રહ્યો છે (Chandola Lake demolition phase 2). જેમાં ચંડોળા તળાવના આ દબાણો લગભગ થોડા દિવસોમાં ધ્વસ્ત થઈ જશે. અગાઉ જ્યારે ફેઝ 1ની કાર્યવાહી કરવામાં આવી ત્યારે દોઢ લાખ ચોરસ મીટર વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

હવે બીજા તબક્કાના ડિમોલિશનમાં 2.5 લાખ ચો.મી. અંદાજીત ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવશે. હવે આ માટે જંગી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેમાં એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)ની પણ મદદ લેવામાં આવી છે. અંદાજે 3000થી વધારે પોલીસ કર્મીઓ-અધિકારીઓ તૈનાત રહેશે. અંદાજે ત્રણેક દિવસ સતત કાર્યવાહી કરી આ વિસ્તારની જમીનને દબાણ મુક્ત કરવામાં આવશે. પોલીસ અહીં કોઈ અણબનાવ થાય નહીં તેની અગમચેતીના ભાગ રૂપે તૈનાત કરાઈ છે. આ કાર્યવાહીને પગલે આજે રાત્રીના 12 વાગ્યા સુધીમાં અહીં ગેરકાયદે દબાણોને લોકોએ ખાલી કરી દેવાનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular