Sunday, October 26, 2025
HomeGujaratAhmedabadબુલેટ ટ્રેન શરૂ નથી થઈ ત્યાં સ્ટ્રક્ચર તૂટી પડ્યું, રાહદારી મહિલા ઇજાગ્રસ્ત

બુલેટ ટ્રેન શરૂ નથી થઈ ત્યાં સ્ટ્રક્ચર તૂટી પડ્યું, રાહદારી મહિલા ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ બુલેટ ટ્રેન હજી શરૂ નથી થઈ ત્યાં તો બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન નજીકના ક્રોસિંગ પાસે બુલેટ ટ્રેનનું સ્ટ્રક્ચર પડવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં એક મહિલા સ્ટ્રક્ચરના કાટ માળ નીચે દબાઈ ગઈ હતી. સમગ્ર બનાવ અંગેના સી.સી.ટી.વી. ફુટેજ સામે આવ્યા છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી પુરોજોશમાં ચાલી રહી છે. અને અમદાવાદ થી મુંબઈની કનેટિવિટી મળે અને ઝડપી મુસાફરી બની તે માટે બંને રાજ્યની સરકારે પ્રયાસો હાથધર્યા છે. પરંતુ કેટલાક સરકારી પ્રોજેકટની કામગીરીમાં જે તે એજન્સી કે કોન્ટ્રકટરની બેદરકારી અને પ્રિકોશનના અભાવે સામાન્ય જનતાનું ભોગ લેવાતો હોય છે. તે ગતરોજ મોટી દુર્ઘટના બનતી ટળી છે. અમદાવાદના મણિનગર રેલ્વ ક્રોસિંગ પાસે સાંજે 6 વાગ્યના અરસામાં બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન રોડ પરથી મહિલા પસાર થઈ રહી હતી. દરમિયાન બુલેટ ટ્રેનનું સ્ટ્રકટર પડતા મહિલા દબાઈ હતી અને બૂમાબમ કરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ નજીકમાં રહેલી હેવી ક્રેનની મદદથી સ્ટ્રકચર હટાવી મહિલાને બચાવી હતી. જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એમબ્યુલેન્સની જાણ કરી સારવાર અર્થે LG હોસ્પિટલ ખસેડાયો હતો જયાં મહિલાને બંને પગ અને સ્પાઇનના ભાગે ઈજા પહોંચી હતી.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર સ્મિત મેકવાન નામની મહિલા કોઇ કામ અર્થે મણિનગર રેલ્વે ક્રોંસિગ પાસેથી ચાલતા પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન બુલેટ ટ્રેનનું સ્ટ્રકચર યમરાજ બની તેમના ત્રાટકયું હતુ. સ્મિતબેન સ્ટ્રચર નીચે દબાઇ જતા આજુ બાજુમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, બૂમાબૂમના પગલે લોકના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાંજના સમય દુર્ઘટના બનતા ભારે ચક્કાજામના દશ્ય સર્જાય હતા. જયાં મહિલાને તાત્કાલિક ક્રેનની મદદથી બહાર કાઢી એમબ્યુલેન્સ મારફતે સારવાર અર્થે એલ. જી. હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular