Wednesday, December 17, 2025
HomeGujaratAhmedabadદુબઈથી મુંબઈ સોનાની ડિલિવરી પહોંચે તે પહેલા CISF એ દાણચોરનો ખેલ બગાડ્યો

દુબઈથી મુંબઈ સોનાની ડિલિવરી પહોંચે તે પહેલા CISF એ દાણચોરનો ખેલ બગાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર છાશવારે સોનાની દાણચોરીની (Gold Smuggling) ઘટનાઓ સામે આવતી હોય છે. કસ્ટમ વિભાગની સતર્કતાના પગલે પેસેન્જર દ્વારા અવનવી તરકીબ અપનાવીને કસ્ટમ વિભાગને ચકમો આપી સોનાની દાણચોરી કરવાના પ્રયત્ન કરતાં એરપોર્ટ પર જ પકડાઈ જતાં હોય છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર વધુ એક સોનાની દાણચોરીનો બનાવ સામે આવ્યો છે. પેસેન્જર કસ્ટમ વિભાગને થાપ આપીને ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર તો આવી ગયા હતા પરંતુ સી.આઇ.એસ.એફ. (CISF) ના અધિકારીએ આખો ખેલ બગાડી નાખ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દુબઈથી આવેલી ઈન્ડિગોની ફ્લાઈટ રાત્રીના 9 વાગ્યે લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં સવાર ત્રણ પેસેન્જર સોનાના બિસ્કિટ લઈને આવ્યા હતા. જોકે ત્રણ પેસેન્જરોએ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓને ચકમો આપવામાં સફળ થઈને એરપોર્ટની બહાર નીકળી ગયા હતા. પણ તેઓની ક્નેક્ટિંગ ફ્લાઈટ હોવાના કારણે ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચ્યા હતા.

- Advertisement -

ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચેલા ત્રણ પેસેન્જરો પર સિક્યુરિટી ચેકિંગ વખતે સી.આઇ.એસ.એફ.ના અધિકારીઓને શંકા જતાં તેમની પાસે રહેલી બેગની તલાસી લેવામાં આવી હતી. અધિકારીઓને બેગમાંથી 300 ગ્રામ સોનાના બિસ્કિટ મળી આવતા કસ્ટમ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓની પુછપરછમાં સામે આવ્યું હતું કે, સોનાના બિસ્કિટ મુંબઈ ખાતે ડિલિવરી કરવાના હતા જે પેટે તેમને મોટું કમિશન મળવાનું હતું. પકડાયેલા સોનાની કિંમત 22 લાખ જેટલી થાય છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ આરોપી સોનાની સાથે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહાર કેવી રીતે નીકળી ગયા તે એક મોટો સવાલ છે. શું આ બનાવમાં કોઈ અધિકારીની સંડોવણી હશે કે કેમ?

TAG: Ahmedabad, Gold smuggling, Sardar Vallabhbhai Patel International Airport

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular