Sunday, November 2, 2025
HomeGeneralઈદ પહેલા રાજસ્થાનમાં પત્થરમારો, ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

ઈદ પહેલા રાજસ્થાનમાં પત્થરમારો, ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ

- Advertisement -




નવજીવન ન્યૂઝ. જોધપુર: આજે દેશભરમાં ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ઈદ પહેલા રાજસ્થાનના જોધપુરમાંથી પથ્થરમારાની ઘટના સામે આવી રહી છે. પથ્થરમારાની ઘટના બાદ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, જોધપુરમાં સોમવારે સાંજે ઈદ પહેલા જલૌરી ગેટ વિસ્તારમાં ધ્વજ ફરકાવવાને લઈને વિવાદ થયો હતો. આ પછી બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ જોધપુરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ સુરક્ષામાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી.

જોધપુરમાં પણ ત્રણ દિવસીય પરશુરામ જયંતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને બંને સમુદાયો દ્વારા ધાર્મિક ધ્વજ લહેરાવામાં આવ્યા હતા. જેના કારણે આ વિવાદ ઘર્ષણમાં ફેરવાઈ ગયો હતો. મામલો એટલો વધી ગયો કે પોલીસે ભીડને વિખેરવા બળપ્રયોગ કરવો પડ્યો. સ્થાનિક વિસ્તારમાં પોલીસ ચોકી પર હુમલાના પણ સમાચાર છે. જોધપુરમાં હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે.

- Advertisement -


ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે મંગળવારે વહેલી સવારે પથ્થરમારામાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસ કંટ્રોલ રૂમના એક અધિકારીએ એજન્સીને જણાવ્યું હતું કે, “પથ્થરબાજીમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.” મુખ્યમંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

અશોક ગેહલોતે એક ટ્વીટમાં કહ્યું, “જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાનું સન્માન કરતી વખતે, હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં સહયોગ કરવા માટે હૃદયસ્પર્શી અપીલ કરું છું.” ગેહલોતે કહ્યું કે તેમણે વહીવટીતંત્રને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપી છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular