નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં “આંતરરાષ્ટ્રિય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ”ની ઉજવણી એ.સી.બી દ્વારા કરવામાં આવી છે. આ કાર્યકમ ગુજરાત નેશનલ યુનિનર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. નવેમ્બર માસની શરુઆતથી 6 અઠવાડિયા માટે ભ્રષ્ટાચાર અટકાવવા સંબંધે જોગૃતિ લાવવા સમગ્ર વિશ્વમાં ” your right, your role: say no to corruption”ની થીમ હેઠળ આ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ભ્રષ્ટાચારની સમસ્યાને નિવારવા માટે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘની ઓક્ટોબર-2003માં મળેલી સામાન્ય મહાસભામાં ઠરાવ પસાર કરીને સામાન્ય જનતામાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ અને ભ્રષ્ટાચાર ઘટાડવાની દિશામાં લેવાના થતા પગલાઓ અગે પોત્સાહન મળી રહે તે આશયથી દર વર્ષે 9મી ડિસેમ્બરે ” આંતરરાષ્ટ્રિય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ” તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું.

આજે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરોક્ત થીમ હેઠળ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની કુલ 279 વિદ્યાથીઓએ ભાગ લીઘો હતો. કુલ 26 વિજેતા વિદ્યાથીઓના નિબંધોની સંકલિત પુસ્તીકાની ‘સ્મરણિકા’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









