Saturday, October 25, 2025
HomeGujaratSuratરસ્તામાં અચાનક જ બેભાન થઈ જતા સુરતમાં યુવાનનું મોત

રસ્તામાં અચાનક જ બેભાન થઈ જતા સુરતમાં યુવાનનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત : Surat News: રાજ્યમાં યુવાનોને હાર્ટ અટેકથી (Heart Attack) મૃત્યુ થવાના કિસ્સોઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ક્રિકેટ, ગરબા દરમિયાન કે પછી સામાન્ય રીતે પણ અચાનક યુવાનો હાર્ટ અટેકથી મૃત્યુ નિપજવાની ઘટનામાં તોંતિગ ઉછાળો નોંધાયો છે. તે વચ્ચે સુરતમાં (Surat) વધુ એક યુવાન હાર્ટ અટેકથી મૃત્યુ નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જુવાનજોધ દીકરાના મૃત્યુથી પરિવારમાં માતમ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય શનિ નામનો યુવક પોતાના મિત્રો સાથે ગતરાત્રિ રેસ્ટોરેન્ટમાં જમવા ગયો હતો. શનિ મિત્રો જોડે મજાક મસ્તી કરી રહ્યો હતો અને એકદમ સ્વસ્થ હતો. જયારે તે રેસ્ટોરેન્ટથી જમ્યા પછી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન છાતીમાં એકાએક દુઃખાવો ઉપાડતા તે બેભાન થઈ જમીન પર પટકાયો હતો. જ ઘટના બાદ એકપળ માટે તેના મિત્રો પણ હેબતાઇ ગયા હતા અને તેને એમબ્યુલેન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખેસડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શનિનું મોત નિપજ્યુ હતું, શનિના મૃત્યુના જાણ પરિવારના સભ્યોને કરાતા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારનો હૈયાફાટ રૂદન સામે આવ્યુ હતું. ઘટનાને પગલે પાંડેસરા પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી, આ સમ્રગ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં યુવાનો ક્રિકેટ રમતા સમયે હાર્ટ અટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ યુવાનોમાં હાર્ટ એટેકની ઘટના વધતા નિષ્ણાંતોએ પણ સાવચેત રહેવા માટે કેટલાક સૂચનો કર્યા છે.

હાર્ટ એટેક આવવાના કારણો

(1) ખાસ કરીને યુવાનો ધ્રૂમપાનનો ભારે ટ્રેન્ડ જોવા મળે છે. સિગારેટ અને બિડીના વધુ પડતા વ્યસનને કારણે રક્તવાહિનીઓ બંધ પડી જાય અને લોહી આવરોધિત બનતા છાતીમાં દુખાવો ઉપાડવાની સમસ્યા સર્જાય છે.
(2) વધારે પડતો માનસિક તણાવ અનુભવવો.
(3) વધારે પડતું તળેલુ ભોજન અને જંક ફૂડ ખાવવાનું ટાળવું.
(4) કસરત ન કરવી એક દિવસ વધારે પ્રમાણમાં કસરત કરવી.
(5) ડાયાબિટીસ, હાઈ બ્લેડપ્રેશર.
(6) પ્રદુષિત કેમકિલ યુક્ત હવા શ્વાસમાં આવવી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular