નવજીવન ન્યૂઝ. દમણ: ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના (Daman) કચી ગામમાંથી દુખદ ઘટના સામે આવી છે. કચીગામમાં (Kachigam) સાંસદના ફાર્મ હાઉસ ખાતે પરિવારજનો સગીરની બર્થ ડે પાર્ટી (Birthday Party) ઉજવવા આવ્યા હતા. તે દરમિયાન પરિવારનું ધ્યાન ચૂકવી બપોરેના સમય સગીર ફાર્મ હાઉસમાં આવેલા સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યો હતો. નાહતા-નાહતા સગીર ઉંડાઈમાં ગરકાવ થઈ જતા બચાવો-બચાવોની બૂમો પાડી હતી. પરંતુ મદદ માટે કોઈ પહોંચે તે પહેલા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે જન્મ દિવસની ઉજવણીનો માહોલ પળભરમાં માતમ ફેરવાયો હતો. ઘટનાની જાણ દમણ કોસ્ટલ પોલીસને (Daman Police) કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકોનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે દમણની સરકારી હોસ્પિટલ ખસેડી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંઘ પ્રદેશ દમણના કાચી ગામ ખાતે આવેલા સાંસદ લાલુ પટેલના ફાર્મ હાઉસમાં વલસાડના ઉમરસાડીનો પરિવાર સગીરના જન્મદિવસની ઉજવણી કરવા ગયો હતો. આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. પરિવારના લોકો સગીરના જન્મદિવસની તૈયારીમાં લાગ્યા હતા, ત્યાં બીજી બાજુ સગીર ફાર્મ હાઉસમાં આવેલા સ્વિમિંગ પુલમાં બાપોરના સમયે નાહવા પડ્યો હતો. આ દરમિયાન 15 વર્ષીય નિવ પટેલ નાહતા-નાહતા ઉંડાઇમાં ગરકાવ થઇ જતા બચાવોની બચાવો બૂમો પાડી હતી. પરંતુ આસાપાસ કોઈ ન હોવાથી સગીરનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. જેના કારણે સગીરનો જન્મદિવસ મરણ દિવસમાં પરિવર્તિત થયો હતો. થોડી વાર પછી પરિવારના સભ્યો સ્વિમિંગ પુલ પાસે જોતા સગીરનું મૃતદેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. જેને લઇ સૌ કોઈ આશ્રર્યચકિત થઈ ગયા હતા. બાળકના મૃત્યુથી જન્મદિવસની ઉજવણીનો માહોલ માતમ ફેરવાયો હતો.
ઘટનાની જાણ દમણ કોસ્ટલ પોલીસને જાણ કરવામાં આવતા દમણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્યારબાદ સગીરના મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમાર્ટમ માટે દમણની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








