Wednesday, October 8, 2025
HomeGeneralગુજરાત: ચૂંટણીની તૈયારી શરૂ થઈ, કોંગ્રેસે 25 ઉપપ્રમુખ, 75 મહામંત્રી, 19 શહેર-જિલ્લા...

ગુજરાત: ચૂંટણીની તૈયારી શરૂ થઈ, કોંગ્રેસે 25 ઉપપ્રમુખ, 75 મહામંત્રી, 19 શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂક કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના માળખાની પહેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી રહી છે. જેમાં 25 ઉપપ્રમુખ અને 75 જનરલ સેક્રેટરી અને પાંચ પ્રોટોકોલ સભ્યના નામો જાહેર કરવામાં આવ્યા છે.



ગુજરાતમાં આગામી સમયમાં યોજવાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષે શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પહેલા કોંગ્રેસનું માળખુ જાહેર કર્યું છે. નેતાઓમાં નારાજગી ન રહે તે માટે હોદ્દેદારોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સંગઠનમાં 18 જેટલા ઉપપ્રમુખ હતા જે હવે 25 થઈ ગયા છે અને જનરલ સેક્રેટરી 75 થયા છે. ઉપ્રપ્રમુખ પદે જાહેર થયેલા નામોમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મહિલા કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા, સત્યજિતસિંહ ગાયકવાડ, શહેનાઝ બાબી, ડો. વિજય પટેલ, કુલદીપ શર્મા, ભીખા રબારી, કિશન પટેલ, નિશિત વ્યાસ, બીમલ શાહ સહિતના 25 નામો જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -

કોંગ્રેસે 19 જિલ્લાના પ્રમુખની પણ વરણી કરી છે. અમદાવાદ શહેરના પ્રમુખ પદે નિરવ બક્ષી અને અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે બળવંત ગઢવી નિમાયા છે. ગાંધીનગરના પ્રમુખ તરીકે અરવિંદસિંહ સોલંકીની પસંદગી થઈ છે. ઉપરાંત નવસારી, તાપી, જૂનાગઢ, જામનગર, પંચમહાલ, બોટાદ, અમરેલી, ગીરસોમનાથ, મહીસાગર, નર્મદા, રાજકોટ શહેર અને જિલ્લા,વડોદરા શહેર અને જિલ્લા, બનાસકાંઠા અને ભાવનગર જિલ્લાના પ્રમુખ જાહેર થયા છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular