નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અનેક વાર કારમાં આગ લાગવાની ઘટના પ્રકાશિતમાં આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદમાં કાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ કારમાં બે યુવક બેઠેલા હતા જેનો આબાદ બચાવ થયો છે. આ બ્લાસ્ટના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદના શાસ્ત્રીનગરમાં રસ્તા પર ઊભેલી કારમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જો કે બે યુવકોનો આબાદ બચાવ થતાં જાનહાનિ ટળી હતી. કારમાં બ્લાસ્ટ થયો તેનો CCTV હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે એક કાળા કલર ની ગાડી એક કોમ્પ્લેક્ષ પાસે ઊભી હતી. આ કારમાં બે યુવકો બેઠા હતા. તે દરમિયાન કારમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટ થતાં કારના કાચ પણ તૂટી ગયા હતા. હજી સુધી કારમાં બ્લાસ્ટ કેમ થયો હતો તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
અમદાવાદ: બે યુવકો કારમાં બેઠા હતા અને અચાનક થયો બ્લાસ્ટ #Ahmedabad #car #blast pic.twitter.com/NGjO3nxAEZ
— Navajivan News (@NavajivanNews) March 6, 2022
![]() |
![]() |
![]() |











