Tuesday, June 30, 2026
HomeGeneralઅમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ, કિંમતમાં 2 રૂપિયાનો વધારો, 1 માર્ચથી લાગુ

અમૂલે ફરી વધાર્યા દૂધના ભાવ, કિંમતમાં 2 રૂપિયાનો વધારો, 1 માર્ચથી લાગુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ અમૂલે એક વખત ફરી પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ સોમવારે જાહેરાત કરતાં કહ્યું કે વર્તમાન ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. નવી કિંમતો કાલે એટલે કે 1 માર્ચથી લાગુ થશે. સૌથી મોટી ભારતીય દૂધ ઉત્પાદક કંપની અમૂલે ફરી એક વખત પોતાના દૂધનો ભાવ વધાર્યો છે. કંપનીએ સોમવારે તેની જહેરાત કરી હતી.

વધતી મોંઘવારીમાં હવે દૂધ ખરીદવું પણ મોંઘું બનશે. કંપનીએ કહ્યું કે, વેચવાના દૂધની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટર વધારી દેવાઈ છે. અમૂલ દ્વારા એક જાહેરાત કરતાં આ માહિતી આપવામાં આવી છે. દૂધની વધતી કિંમતોને પગલે માર્ચ વધુ મોંઘો પડે તેમ છે. હવે ગ્રાહકોને અડધો લીટર અમૂલ ગોલ્ડના 30 રૂપિયા, અમૂલ તાજાના 24 રૂપિયા અને અમૂલ શક્તિના 27 રૂપિયા આપવાના થશે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular