નવજીવન ન્યૂઝ. સુરત: કર્ણાટકમાં હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે આ વિવાદના છેડા ગુજરાતમાં પણ પહોંચી ગયા છે. સુરતના વરાછામાં એક શાળામાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવતા સ્થાનિક રહેવાસીઓ અને હિન્દુ સંગઠનો રોષે ભરાયા હતા. હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ શાળમાં જઈને વિરોધ કરતાં હતા જેના કારણે શાળાના સંચાલકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને સાતથી આઠ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
કર્ણાટકથી શરૂ થયેલા આ વિવાદના પડઘા ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યા છે. સુરતના વરાછામાં પી પી સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવી જેના કારણે સુરતના હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ આવી રીતે ધાર્મિક પહેરવેશ પહેરીને શાળામાં ન આવી શકે તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
હિન્દુ સંગઠનોની મુખ્ય માગ એવી છે કે શાળાઓમાં કોઈ પણ પ્રકારનો ધાર્મિક પહેરવેશ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. દરેક શાળામાં વિદ્યાર્થીઓએ નિર્ધારિત ગણવેશમાં જ આવે, ધાર્મિક પહેરવેશ શાળા-કોલેજમાં યોગ્ય નથી. આવી માગ સાથે કર્ણાટકમાં હિજાબ વિવાદ શરૂ થયો હતો જે હવે ગુજરાત સુધી પહોંચી ગયો છે.
જો કે આ મુદ્દો અત્યારે કોર્ટમાં છે જેનો હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. વિદ્યાર્થીઓએ શું પહેરવું અને શું નહીં તે શાળા-કોલેજનો આંતરિક મુદ્દો છે તેમ છતાં કેટલાક સંગઠનો દ્વારા અંગત સ્વાર્થ માટે ધર્મના ખભે બંદુક મુકી આ મુદ્દાને મોટો કરવામાં આવી રહ્યો છે તેવું ચર્ચાઈ રહ્યું છે જોકે ખરો નિર્ણય કોર્ટ દ્વારા થાય તે યોગ્યતા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












