Monday, June 29, 2026
HomeGeneralકબૂતરબાજી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું "ઓપરેશન મેકલા", 78 પાસપોર્ટ જપ્ત...

કબૂતરબાજી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું “ઓપરેશન મેકલા”, 78 પાસપોર્ટ જપ્ત કર્યા

- Advertisement -

જયંત દાફડા(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં મોટા ભાગના લોકો વિદેશ જઈને સ્થાયી થવાના ચક્કરમાં ગેરકાયદે રસ્તો અપનાવતા હોય છે. તાજેતરમાં ખોટા દસ્તાવેજ બનાવી તે આધારે પાસપોર્ટ ઇશ્યુ કરાવી લોકોને નાઇઝીરિયા થી મેક્સિકો બોર્ડર અને ત્યાંથી યુ.એસ.માં ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી હતી. જો કે સમગ્ર રેકેટનો પર્દાફાશ અને જીણવટ તપાસ કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે “ઓપરેશન મેલકા” હાથ ધર્યું છે.




અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગત 9 ફેબ્રુઆરીએ ગુપ્ત ઈન્પુટ મળ્યા હતા કે, મહેસાણાના વડસના પ્રજાપતિ રાજૂ અને કડીના પટેલ શિલ્પાએ વિદેશ સ્થાયી થવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવ્યો છે. આ પાસપોર્ટ મહેસાણાના લોકલ એજન્ટ હરેશ પટેલ અને હાર્દિક પટેલે પોતાની ઉપર રહેલા દિલ્હીના એજન્ટ અને અમદાવાદના એજન્ટ મારફતે પ્રજાપતિ રાજૂ પાસે ઓરીજનલ પાસપોર્ટ હોવા છતાં ખોટા આઇ.ડી પુર્ફ આધારે રાજેન્દ્ર પટેલ નામના વ્યક્તિ દર્શાવી ખોટો પાસપોર્ટ ઇશ્યૂ કર્યો હતો. બીજી બાજુ પટેલ શિલ્પાને રાજેન્દ્ર પટેલના પત્ની તરીકે કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ ઇશ્યૂ કર્યો હતો.



સમગ્ર બાબતે આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, પહેલા સિન્ડિકેટ ચલાવતા ઇસમો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ અપાવવા માટે પહેલા યુરોપના ટેમ્પરરી વિઝા આપવી ત્યાથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘુસણખોરી કરાવતા હતા.

પરંતુ યુરોપ દેશમાં ટેમ્પરરી વિઝા માટે કાયદા કડક કરતાં હવે આ સિન્ડિકેટ ચલાવતા એજન્ટો નવો રસ્તો શોધી નાઇઝીરિયા થઈ મેક્સિકો અને ત્યાથી અમેરિકામાં ભારતના લોકોને ઘુસાડતા હતા. પકડાયેલા આરોપી હરેશ પટેલના ઘરે પોલીસે તપાસ કરતાં અલગ-અલગ નામના 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 23 પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ મળી આવતા કબ્જે કર્યા છે.



ઉપરાંત આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા રાણીપ શાખા, બેન્ક ઓફ બરોડા ન્યુ રાણીપ શાખા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સરઢવ શાખા અને કાવ્ય વિઝા કન્સલ્ટન્સી અમદાવાદના બનાવેલા રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. સમગ્ર રેકેટમાં હજી પણ અનેક એજન્ટોની સંડોવણી હોવાની આકાંશા કારણે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular