નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આગામી વર્ષ 2022-23 માટેના બજેટને મંજુરી આપવા સામાન્ય સભા મળી હતી. જેમાં શનિવારે અમદાવાદના મહાત્મા ગાંધી હોલમાં મળી હતી. જોકે સામાન્ય રીતે આ સભામાં કોંગ્રેસ ભાજપ બંને વચ્ચે તુ તુ મેં મેં થતી હોય છે. તેવું જ અહીં પણ થયું પરંતુ આ વખતે માહોલ જરા હાસ્યાસ્પદ રહ્યો હતો. સભામાં મેયરે ઘણા નિવેદનો કર્યા જેમાં રમુજ ફેલાઈ હતી. આપને અહીં જણાવી દઈએ કે કોર્પોરેશન દ્વારા આગામી વર્ષનું 8807 કરોડનું બજેટ જાહેર કરાયું તેને શનિવારે મંજુરી આપવામાં આવી છે. બજેટમાં વિવિધ મુદ્દાઓ પર નારાજ થયેલી કોંગ્રેસે પણ સુધારેલું બજેટ 9000 કરોડ આપસાપનું બનાવી જાહેર કરી હાલના બજેટ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે કોંગ્રેસના સુધારાને ફગાવી દેવાયો હતો.
મેયર કિરિટ પરમાર દ્વારા જ્યારે વિપક્ષ નેતાઓ ભ્રષ્ટાચારનો મુદ્દો લેતા ત્યારે અચાનક મેયરે કહ્યું કે આ ભ્રષ્ટાચાર શબ્દ વિપક્ષ નેતાના મગજમાં કોણે ભરાવ્યો છે.? ભાષણો પણ એટલા કંટાળાજનક લાગવા લાગ્યા હતા કે ત્યાં દરેકે માથા પકડ્યા હતા જેને પગલે દંડક અરુણ રાજપૂત જ્યારે સામે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે 4 પાના જ લાવ્યો છું અને ટ્વેન્ટી-ટ્વેન્ટી જ રમવાનો છું. જે વાક્ય પર પણ હાસ્યના છોર ઉડ્યા હતા. કોર્પોરેટર મહાદેવ દેસાઈને પણ મેયરે હળવી ટકોર સાથે અને તમે તો ધમકી આપો છો એવું બોલો છો યાર કહ્યું હતું.
એક તબક્કે જ્યારે વિપક્ષ નેતા સતત ખુરશીમાંથી થોડી થોડી વારે ઊભા થઈ નારાજગી વ્યક્ત કરતા ત્યારે મેયરે કહ્યું કે તમારી ખુરશીમાં કરન્ટ લાગ્યો છે કે શું. વારંવાર ઊભા થઈ જાઓ છો. જેને કારણે પણ હોલમાં હાહા…હીહી.. થઈ ગઈ હતી. સામે વિપક્ષ નેતાએ પણ દંડક જ્યારે તેમની સામે જોઈને બોલતા ત્યારે કહી દીધું કે મારી સામે જોઈને બોલશો નહીં હું મેયર નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












