નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા અલગ-અલગ ઠેકાણાં પર રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે અમદાવાદમાં માલિકો અને એસ્ટેટ બ્રોકરના 25 ઠેકાણા પર રેડ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદના નામાંકિત શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
આજે વહેલી સવારથી જ બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલા અલગ-અલગ સ્થળોએ રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ બિલ્ડરોની ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બિલ્ડરો સાથે કામ કરતાં બ્રોકર્સને ત્યાં પણ રેડ કરવામાં આવી છે. આ રેડ દરમિયાન બેનામી વ્યવહારો મળવાની શક્યતા સેવાઇ રહી છે.
ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને આવકવેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત શિવાલિક ગ્રુપના સતિષ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












