Friday, May 1, 2026
HomeGeneralરાજકોટમાં જમીન પચાવી પાડવાનો મુદ્દો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો

રાજકોટમાં જમીન પચાવી પાડવાનો મુદ્દો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી પહોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર આક્ષેપ બાદ ક્રાઈમ બ્રાન્ચ પર આક્ષેપોનો મારો સામે આવી રહ્યો છે. જેમાં આજે વધુ એક જમીન પચાવી પાડવાનો આરોપ સામે આવ્યો છે. આજના કિસ્સામાં વાવડીની કિંમતી જમીન ભાજપના દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સહયોગથી બળજબરી પુર્વક પડાવ્યાનો આરોપ સામે આવ્યો છે.



રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલી સર્વે નંબર 56ની જમીનના મુદ્દે આજે પ્લોટના માલિકો અને તેમના વકિલ મીડિયા સમક્ષ આવ્યા હતા. મીડિયાને તેમણે જણાવ્યું હતુ કે કરોડોની જમીન નવનાથ સુચીત સોસાયટીના વેચાણ બાદ ફરી તેને કાયદેસર કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. આ જમીનના પ્લોટના માલિકોને બળજબરી પુર્વક હટાવી જમીનને બિનખેતી લાયક જાહેર કરવામાં આવી છે. જે બાબતે વર્ષ 2018માં ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉપરાંત બે-બે વખત તો એન્ટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ કરવામાં આવી છે.

આ મામલે ફરિયાદનું તંત્ર કે સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી તેવું ફરિયાદી પક્ષના વકિલે જણાવ્યું હતુ. એટલું જ નહીં પણ આ મામલે કરત કેસ પણ ચાલુ હોવા છતાં બેફામ બનેલા નેતાઓએ સ્થળ પર વૃંદાવન ગ્રીન સોસાયટી અને બિલેશ્વર હાઈટ્સના નામે બાંધકામ શરૂ કરી દિધા છે.

- Advertisement -

વકિલ દર્ષીત વ્યાસ દ્વારા આરોપ કરતા જણાવાયુ હતુ કે આ જમીન મામલે હિમ્મતલાલ દેસાઈ, ભાજપના નેતા નરેન્દ્ર સોલંકી અને રાજુભાઈ બોરીચા સંડોવાયેલા છે. તેમને આ કથિત કાંડમાં પૂર્વ મુખ્યમંત્રીના સહયોગ હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.


રાજકોટમાં હવે કથિત જમીન કાંડ અને વસુલી કાંડના આરોપ ચરમસીમા પર પહોંચ્યા છે. ત્યાં સુધી કે આ ગંભીર આરોપમાં પૂર્વ મુખ્યમંત્રીનું પણ નામ લોકો ખુલ્લે આમ લેતા થયા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આળસ ખંખેરી રાજકોટના કથિત આરોપ અને કાંડ પર કાર્યવાહી કરવી જોઈએ.




- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular