Saturday, November 28, 2026
HomeNationalસત્તા લાલચુ શરદ પવાર સામે કોંગ્રેસના પ્રહાર, પીઠમાં છરા ભોંકવાનો ઇતિહાસ છે...

સત્તા લાલચુ શરદ પવાર સામે કોંગ્રેસના પ્રહાર, પીઠમાં છરા ભોંકવાનો ઇતિહાસ છે શરદ પવારનો

- Advertisement -

Congress termed Sharad Pawar ‘power-hungry’ : શરદ પવાર જૂથના NCP એ સીમાંકન બિલ પર NDA સરકારને ટેકો આપવાનો સંકેત આપ્યો છે. સૂત્રો કહે છે કે શરદ પવાર જૂથનો કોઈ પ્રતિનિધિ ઈન્ડિયા એલાયન્સ બેઠકમાં હાજરી આપશે નહીં. કોંગ્રેસે શરદ પવાર પર સીધો હુમલો કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) પણ પીઢ નેતાને સત્તાના ભૂખ્યા અને પીઠમાં છરા મારનાર ગણાવ્યા (Congress called Sharad Pawar a traitor) છે. તેમણે ઉમેર્યું કે પવારનું નામ લોકશાહીનો નાશ કરનારાઓની યાદીમાં હશે. અત્રે નોંધનીય છે કે, ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં સુપ્રિયા સુલે (Supriya Sule absent from INDIA alliance meeting) તેમજ અન્ય NCP નેતાઓ પૈકી કોઈ હાજર રહ્યું ન હતું. પુત્રી સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શરતે શરદ પવારે સીમાંકન બિલની તરફેણ કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું કે પવારની હાલત પાણીમાંથી બહાર નીકળેલી માછલી જેવી છે; તેમની કોઈ વિચારધારા નથી. અમે તેમને રાજ્યસભામાં મોકલ્યા, પરંતુ પવારની પાર્ટીએ જે કર્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. NCP સત્તા માટે જન્મી હતી અને તે તેની સાથે મરવા માગે છે.

- Advertisement -

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે, “અમે ભાજપને ટેકો આપ્યો ન હતો કારણ કે અમારી પીઠમાં આ રીતે છરા ભોંકવામાં આવી રહ્યા હતા.” તેમણે ઉમેર્યું કે શરદ પવારનો પીઠમાં છરા ભોંકવાનો ઇતિહાસ છે અને તેમના મનમાં પણ આ જ છે. તેમણે કહ્યું કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય ઘરે બેઠા પિતા-પુત્રીએ લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે NCP એ વિચારધારા કરતાં સત્તા અને પૈસાને પ્રાથમિકતા આપી. પવાર શિવાજી મહારાજ, ફૂલે અને આંબેડકરની વિચારધારાને અનુસરવાનો દાવો કરે છે, તેથી કોંગ્રેસને વિશ્વાસ હતો કે તેઓ આવું વલણ અપનાવશે નહીં. વડેટ્ટીવારે કહ્યું કે જ્યારે લોકશાહીનો નાશ કરનારાઓની યાદી તૈયાર કરવામાં આવશે, ત્યારે શરદ પવારનું નામ સામેલ કરવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular