Sunday, November 15, 2026
HomeNationalDRI એ યુરોપથી પોસ્ટલ પાર્સલમાં આવેલું 10.8 કિલો એમ્ફેટામાઈન જપ્ત કર્યું, આરોપી...

DRI એ યુરોપથી પોસ્ટલ પાર્સલમાં આવેલું 10.8 કિલો એમ્ફેટામાઈન જપ્ત કર્યું, આરોપી શોધવા પ્રયાસ

- Advertisement -

DRI seized drugs found in a postal parcel : ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરીના એક પ્રયાસને નિષ્ફળ બનાવી 10.8 કિલોગ્રામ એમ્ફેટામાઈન જપ્ત કર્યું છે. નાર્કોટિક્સ સિન્ડિકેટ ભારતમાં પ્રતિબંધિત સામગ્રીની તસ્કરી કરવા માટે છેલ્લા કેટલાંય વર્ષોથી કાયદેસરની પોસ્ટલ ચેનલોનો દુરુપયોગ કરી રહી છે. દેશભરમાં NCB, પોલીસ સહિતની એજન્સીઓ પોસ્ટમાં આવેલા કરોડો રૂપિયાના ડ્રગના અનેક પાર્સલ પકડી ચૂકી છે. જો કે, આવા કિસ્સાઓ એજન્સીઓ આરોપીઓ સુધી પહોંચી શકતી નથી.

ડીઆરઆઈના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે નવી દિલ્હીની ફોરેન પોસ્ટ ઓફિસ (Foreign Post Office New Delhi) ખાતે એક શંકાસ્પદ પાર્સલને અટકાવી તેની તપાસ કરી હતી. તપાસમાં પાર્સલ યુરોપિયન દેશમાંથી આવ્યું હોવાનું તેમજ તેમાં “ક્લેરન” (કપડાં) હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં શિપિંગ કાર્ટનની અંદર પ્રમાણભૂત ઘરેલું વસ્ત્રો ભરેલા હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે પેકેજિંગની ઝીણવટભરી તપાસમાં છુપાવવાની એક પદ્ધતિ સામે આવી હતી.

- Advertisement -

પાર્સલમાંથી અધિકારીઓએ ગુલાબી રંગના પાવડરવાળા પદાર્થ ધરાવતા આઠ છુપાયેલા પેકેટો મળી આવ્યા હતા. શંકાસ્પદ પાવડરનો ટેસ્ટ કરવામાં આવતા તે એમ્ફેટામાઈન હોવાનું સામે આવ્યું હતું. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ (NDPS) એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ શંકાસ્પદ પ્રતિબંધિત સામગ્રીના તમામ આઠ પેકેટો જપ્ત કરી DRI એ વધુ તપાસ આરંભી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular