Friday, November 13, 2026
HomeGeneralઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ટ્રિપલ અકસ્માત, લક્ઝરી બસ ટેન્કરમાં ઘૂસી; 10 મુસાફરો ઈજાગ્રસ્ત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ટ્રિપલ અકસ્માત, લક્ઝરી બસ ટેન્કરમાં ઘૂસી; 10 મુસાફરો ઈજાગ્રસ્ત

- Advertisement -

Ahmedabad-Vadodara express highway accident news latest: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર આણંદ નજીક વહેલી સવારે લક્ઝરી બસ, ટ્રક અને ટેન્કર વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. સુરતથી યાત્રાળુઓને લઈને અંબાજી જઈ રહેલી લક્ઝરી બસને પાછળથી હેવી મશીનરી ભરેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે બસ આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરમસદની મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી યાત્રાળુઓને લઈને ખાનગી લક્ઝરી બસ અંબાજી તરફ જઈ રહી હતી. બસ વડોદરાથી અમદાવાદ તરફના માર્ગ પર એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન આણંદ નજીક પાછળથી આવી રહેલી હેવી મશીનરી ભરેલી ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક સીધી લક્ઝરી બસના પાછળના ભાગે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ આગળ ચાલી રહેલા ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી.

- Advertisement -

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં બસના આગળ અને પાછળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. બસમાં સવાર 10 મુસાફરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ફાયર બ્રિગેડનો કાફલો અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બચાવ કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

બીજી તરફ, આ ટ્રિપલ અકસ્માતને કારણે એક્સપ્રેસવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે અને હાઈવે ઓથોરિટીની ટીમે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત બસ, ટ્રક અને ટેન્કરને રસ્તા પરથી ખસેડ્યાં હતાં. ત્યારબાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular