Murder in Ahmedabad city : અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેનની હત્યા (Retired army man murder) થઈ હોવાની એક ઘટના સામે આવી છે. ઘરકંકાસ અને જમવા જેવી બાબતે દંપતી વચ્ચે થયેલી તકરારમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિની છાતીમાં ચપ્પુ ભોંકી દેતા પતિનું મોત (Wife murdered her husband) થયું હતું. આ મામલે નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station) ખાતે હત્યાનો ગુનો નોંધી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નિવૃત આર્મીમેન અને હાલમાં જીએમડીસી ખાતે કરાર આધારિત ડ્રાઇવર તરીકે નોકરી કરતા દિલીપભાઈ સોમાજી ખરાડી પત્ની નિર્મલા સાથે નરોડા સ્માર્ટ સિટી-2 ખાતે રહેતા હતાં. દિલીપભાઈ પિતા સોમાજી રાજકોટમાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં નિવૃત છે. દિલીપભાઈ અને તેમની પત્ની વચ્ચે છેલ્લાં કેટલાંક મહિનાઓથી ઘરકંકાસ ચાલતો હતો. ગત ગુરૂવારે 5 નવેમ્બરના રોજ જમવાની બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલી પત્ની નિર્મલા રસોડામાંથી ચપ્પુ લઈ આવી હતી અને દિલીપભાઈની છાતીમાં ડાબા ભાગે ઘા માર્યો હતો. ગંભીર ઈજા થવાથી દિલીપભાઈનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ નિર્મલા પોલીસ ધરપકડથી બચવા નાસી છૂટી હતી.








