Friday, November 6, 2026
HomeInternationalટ્રમ્પના ખાસમખાસ અબજોપતિ મિત્ર એલન મસ્કને એક જ દિવસમાં થયું લાખો કરોડ...

ટ્રમ્પના ખાસમખાસ અબજોપતિ મિત્ર એલન મસ્કને એક જ દિવસમાં થયું લાખો કરોડ રૂપિયાનું નુકસાન

- Advertisement -

Elon Musk Wealth Loss : ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી (Donald Trump’s Republican Party) ને ખુલ્લેઆમ સમર્થન આપનાર તેમજ હજારો કરોડ ડૉલર ખર્ચનારા એલન મસ્કને મોટો આર્થિક ફટકો (Major financial blow to Elon Musk) પડ્યો છે. અબજોપતિ એલન મસ્ક અને ટ્ર્મ્પની મિત્રતા એકબીજાના ફાયદા માટે હતી, પરંતુ રિપબ્લિકન પાર્ટીને ધોબી પછાડ મળતા મસ્કને એક જ દિવસમાં 7.1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમેરિકામાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીના પરિણામો બાદ યુએસ શેરબજારમાં વેચવાલી (Sell-off in the US stock market) થી સ્પેસએક્સ અને ટેસ્લાના શેર દસેક ટકા ઘટી (Sharp decline in SpaceX and Tesla shares) ગયા છે. બંને કંપનીઓમાં અનુક્રમે 9 થી 11 ટકા ઘટાડો થયો છે. આના કારણે મસ્કની સંપત્તિમાં પણ લગભગ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે X ના માલિક એલન મસ્કે મિડટર્મ ચૂંટણી દરમિયાન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં અપીલ કરતી વિવાદીત પોસ્ટ ચૂંટણી પરિણામો જાહેર થતાા હટાવી દીધી છે.

અલન મસ્કની કુલ સંપત્તિમાં $79.7 બિલિયન અથવા અંદાજે રૂપિયા 7.1 લાખ કરોડનો ઘટાડો થયો છે. આનાથી તેમની કુલ સંપત્તિ $785 બિલિયન થઈ ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ (Bloomberg Billionaires Index) અનુસાર, મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 9.2 ટકાનો ઘટાડો થયો છે. જોકે, આ નોંધપાત્ર ઘટાડા છતાં પણ તે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે.

- Advertisement -

ફોર્બ્સના એક અહેવાલમાં મસ્કની સંપત્તિમાં આશરે $80 બિલિયનનો ઘટાડો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ ફોર્બ્સનો ડેટા યુએસ બજારમાં દૈનિક ટ્રેડિંગ પર આધારિત છે. મસ્કની સંપત્તિમાં આ નોંધપાત્ર ઘટાડાનું મુખ્ય કારણ તેમની કંપનીઓના શેરમાં વેચવાલી હતી.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular